Gujarat

અચાનક બેકાબુ જીપ ઝુપડા માં ઘૂસી જતા બે લોકો ના મોત થયા…

Spread the love

મિત્રો આપડે અનેક અકસ્માત એવા પણ જોયા હશે કે જેમાં એક વ્યક્તિ ની ભૂલ ને કારણે સામે વાળા વ્યક્તિ ને ભોગવવું પડે છે. સામે વાળા ની ભૂલ નું પરિણામ કઈ વ્યક્તિ એ પોતાનો જીવ આપીને ભોગવવું પડે છે.

આપડે અહીં પાટણ શહેરના એવાજ એક કિસ્સા વિશે વાત કરશું કે જેને કારણે એક વૃદ્ધ મહિલા અને એક અન્ય મહિલા ને પોતાના જીવથી હાથ ધોવો પડ્યો હતો. આ ઘટના પાટણ ની છે અહીં ગુરુવારે એક અકસ્માત સર્જાયો હતો. જો ઘટના વિશે વિગતે માહિતી મેળવીએ તો પાટણ માં ગુરુવારે સવારે 8 વાગ્યા પાસે અનાવાડી રોડ પર અક્સ્માત સર્જાયો.

એક બેકાબુ બનેલ જીપ રસ્તા પરથી ઊતરી ગઈ અને પાસેના ઝુપડા મા ઘૂસી ગઈ જોકે આવી બેકબુ જીપ ને આવતી જોઈ લોકો ભાગા ભાગી કરવા લાગ્યા. પરંતુ જીપ એકજ ઝુપડા માં ઘૂસી ગઈ જેથી વધારે લોકોને નુકસાન થયું નથી. અને પાસેના ઝુપડા મા ઘૂસી ગઈ જોકે આવી બેકબુ જીપ ને આવતી જોઈ લોકો ભાગા ભાગી કરવા લાગ્યા. પરંતુ જીપ એકજ ઝુપડા માં ઘૂસી ગઈ જેથી વધારે લોકોને નુકસાન થયું નથી.

પરંતુ આ જીપ જે ઝુપડામા ઘૂસી તે ઝુપડામા ખાટલા પર આરામ કરતા 60 વર્ષના વૃદ્ધ મહિલા એ જીવ ગુમાવ્યો છે જ્યારે બાથરૂમ માં કપડાં ધોઈ રહેલ 21 વર્ષની છોકરી એ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે અકસ્માત બાદ જીપ નો ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો. પોલીસે મામલો નોંધી તપાસ હાથ ઘરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *