આગ્રાની એક યુવતીના મૃત્યુ પર સર્જાયો વિવાદ વધી શકે છે આ નેતાની તકલીફો જાણો સમગ્ર વિવાદ નું કારણ……..
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલ લોકો ના સ્વભાવ ઘણા ટૂંકા થઇ ગયા છે જેના કારણે લોકો ને વાત વાત માં ગુસ્સો આવી જાય છે. નાની નાની વાત પર સર્જાયેલ ગુસ્સાના કારણે ઘણી વખત ઘણા મોટા મોટા પરિણામો પણ સહન કરવા પડે છે. હાલ લોકો એક બીજાનો જીવ લેતા પણ ખચકાતા નથી જેના કારણે આપણે ઘણી વખત ખૂન ના કિસ્સાઓ પણ જોતા અને સાંભળતા હોઈએ છીએ. જોકે ખૂનની પાછળ નું કારણ એ અલગ અલગ હોઈ શકે છે. આવા ગુને ગારોને ઘણી કડક સજા પોલીસ દ્વારા આપવામાં આવે છે.
હાલ આવો જ એક બનાવ આગ્રાથી સામે આવ્યો છે કે જ્યા એક યુવતીના મૃત્યુ પછી એટલો મોટો વિવાદ સર્જાયો કે વાત પોલીસ અને એક પાર્ટીના નેતા સાથે અનેક લોકો પર આ વિવાદ ની અસર પડી. જો વાત આ બનાવ વિશે વિગતે કરીએ તો તે આ પ્રમાણે છે. તમને જણાવી દઈએ કે આગ્રામાં આવેલા શાહનગંજ પોલીસ સ્ટેશન વિસ્તાર માં આવેલ ચીલ્લીપાડા વિસ્તાર માં એક યુવતીનો મૃત દેહ મળી આવ્યો હતો. જ્યાંથી આ વિવાદ ની શરૂઆત થઇ હતી. જો વાત આ યુવતી વિશે કરીએ તો તેનું નામ વર્ષા રઘુવંશી છે. કે જેમનો મૃત દેહ તેમના જ ઘરમાં મળી આવ્યો હતો.
તેમને જણાવી દઈએ કે વર્ષા એ આજ વિસ્તાર ના રહેવાસી ફઈમ સાથે અદાલત માં જઈને લગ્ન કર્યા હતા. જે બાદ આ યુવતી તેની સાથે જ રહેતી હતી. વર્ષા રઘુવંશી ના મૃત્યુ અંગે જાણ થતા, તેનો ભાઈ દુષ્યંત ઘટના સ્થળે પહોંચ્યો અને તેના પછી ભારતીય જનતા યુવા મોરચા પાર્ટીના પ્રદેશ મંત્રી ગૌરવ રાજાવત અને પાર્ટીના મહાનગર અધ્યક્ષ શૈલુ પંડિત પણ ઘટના સ્થળે પહોંચ્યા. તેમની સાથે અન્ય અમુક વ્યક્તિઓ પણ હતા.
પોલીસ ના જણાવ્યા અનુસાર તેમને ઘટના અંગે માહિતી મળી અને તેઓ ઘટના સ્થળે પહોંચ્યા. જેના પછી આ યુવતીના મૃત દેહને પોસ્ટ મોર્ટમ માટે લઇ જવાની તૈયારી કરવામાં આવી જે માટે એમ્બ્યુલન્સ પણ આવી ગઈ હતી. પરંતુ અહીં હાજર પાર્ટીના નેતા અને અન્ય લોકોએ યુવતીના મૃત દેહને પોલીસને લઇ જતા અટકાવ્યા અને કાર્યવાહીની માંગ કરતા નારાબાઝી પણ કરી. ધીરે ધીરે આ બનાવે મોટું સ્વરૂપ ધારણ કર્યું જેના કારણે રસ્તા પર જઈ રહેલ એક યુવક સાથે તીવ્ર બોલાચાલી અને મારપીટ ઉપરાંત પથરાવ જેવી ઘટના ઓ બનવા લાગી.
પોલીસ ટીમના જણાવ્યા અનુસાર પોલીસ પર પથ્થર મારો કરવામાં આવ્યો અને ગોળીઓ પણ ચલાવવામાં આવી. જેના પછી પોલીસ ટિમ દ્વારા આ ઘટના અંગે મામલો દર્જ કરવામાં આવ્યો જેમાં આ પાર્ટીના લોકો ના નામ નો ખુલાસો થઇ શકે છે. જો આવું બનશે તો ભારતીય યુવા મોર્ચા ના નેતાઓની મુશ્કેલીઓ વધી શકે છે. આ ઘટના ને લાગતો વિડિઓ પણ સામે આવ્યો છે. જેમાં લોકો એક દુકાન માં તોડ ફોડ કરતા નજરે પડે છે. આ ઘટનામાં હાલ ત્રણ મુકદમા દાખલ કરવામાં આવ્યા છે જે પૈકી એક પોલીસ દ્વારા જયારે બીજો ભાજયુંમો ના પ્રદેશ મંત્રી ગૌરવ રાજાવત અને ત્રીજો મુકદમો દુકાન માલિક દ્વારા દાખલ કરવામાં આવ્યો છે.