આ છોકરી ને એવી વિચિત્ર બીમારી થઈ કે શરીર વૃક્ષ જેવું બનવા લાગ્યું….
આ ઘટના એ બાંગ્લાદેશના એક નાના ગામ ની છે, જ્યાં મજુરી કરી ને ગુજારો કરવા વાળું મોહમ્મદ શાહજહાની છોકરીને એક વિચિત્ર બીમારીનો શિકાર બની જેના વિશે તમે જાણીને આશ્ચર્યચકિત થય જશો. મોહમ્મદ શાહજાહની છોકરી જેનું નામ સુહાના ખાતુન હતું એ એક એવી બીમારીનો શિકાર થય જેનાથી એ વૃક્ષમાં પરિવર્તિત થય રહી હતી.આ છોકરીના મોઢા પર અને શરીર પર ઘણા બધા મસ્સા ઉભરી રહ્યા હતા જેમાં તમને વૃક્ષના મૂળ જોવા મળશે.
આશ્ચર્યચકિત કરી દે એવી આ બીમારી નું નામ એપીડમોડીસ્પ્લાસીયા વેરુસીફોર્મીસ છે. અને તમને જણાવી દઈએ કે આ બીમારી ની શિકાર બની હોય તેવી આ સુહાના ખાતુન એ પેહલી વ્યક્તિ નથી.દુનિયામાં ૬ કે ૭ લોકો એ આ બીમારી ના શિકાર બની ગયેલા છે. પરંતુ હાલમાં સુહાના ખાતુન એ પેહલી બાંગ્લાદેશી વ્યક્તિ હશે જે આ બીમારીનો શિકાર બની હોય. સુહાના ખાતુનની માતા નથી એનું મૃત્યુ ત્યારે જ થયું હતું જયારે સુહાના એ ૬ વર્ષની હતી.
આજથી ચાર વર્ષ પેહલા તેના મોઢા પર મસ્સા આવવાની શરુઆત થય ગઈ હતી.તે સમયે તેના પિતાએ પોતાની પરિસ્થિતિને ધ્યાનમાં લઇ ને ગ્રામીણ ઉપચાર માં ભરતી કરી.પણ તેન થોડી પણ અસર એ તેના પર જોવા મળી નોતી.ગ્રામીણઓ એ ખુદ પોતે ચિંતા જતાવી હતી. એક વર્ષ બાદ મસ્સાએ ઝડપથી વધવા લાગ્યા ,તે ધીરે ધીરે ચેહરાથી લઇ ને પુરા શરીર પર થવા લાગ્યા.
મસ્સા એટલા બધા ભયાનક હતા કે ગામ વાળાએ પણ મોહમ્મદ શાહજહાં અને તેની છોકરીનો સાથ છોડી દિધો અને તેને ભલું બુરું કેહવાનું શરુ કરી દીધું.જેમ જેમ દિવસ જતા ગયા તેમ તેમ મસ્સામાં ઝાડના મૂળ અને ડાળખીઓની ઝલક સાફ સાફ દેખાવા લાગી. આવા હાલાતથી લાચાર પિતા પુત્રી કેટલી મેહનત કર્યાં બાદ થોડાક પૈસા ભેગા કર્યાં અને ઢાકા ઈલાજમાટે લઇ ગયા. હજી સુધી ઈલાજ શરુ જ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!