India

એક સમય ની વાત છે જયારે ચાંચોજી એ પોતાની પ્રતિજ્ઞા પુરી કરવા માટે જીવતા સિંહ નું દાન કર્યું.

Spread the love

મિત્રો આપણે જાણીએ છીએ કે પહેલાના સમય માં લોકો પોતાના વચનને લઇ ને ઘણાજ પ્રતિબધ હતા તેમાં પણ કોઈ પણ પ્રદેશ ના રાજા પોતે આપેલા વચન ને પૂરું કરવા માટે કઈ પણ કરતા. પહેલાના સમય માં રાજા રજવાડા ના લોકો પોતાના રાજા પાસે કોઈ પણ પ્રકારની વસ્તુઓ માંગવા માટે જતા તો રાજા તેમને હસતા મુખે સામે વાળી વ્યક્તિ જે વસ્તુઓ માંગતા તે આપી દેતા હતા. આમ પોતાના આંગણે આવનાર વ્યક્તિ ને આવા રાજાઓ ખાલી હાથે જવા દેતા ન હતા. આપણે આવોજ એક બનાવ અંગે આજે વાત કરવાની છે. કે જ્યાં એક રાજાએ પોતાની પ્રતિજ્ઞા પુરી કરવા માટે જીવતા સાવજ ને પકડીને તેનું દાન કર્યું હતું.

આ વાત ચાંચોજી ની છે. તમને જણાવી દઈએ કે તેઓ મૂળીની પાટ પર સાતમી પેઢીએ થઇ ગયા. એક વાર તેઓ હળવદ ના રાજા કેશરજી અને ધ્રોળના રાજા એક સાથે દ્વારકા ભગવાન શ્રીકૃષ્ણ ના દરબાર માં માથું નમાવવા ગયા હતા અને તે સમયે આ ત્રોણેય રાજાઓ એ પોતાના આંગણે આવનાર ની ઈચ્છા પૂરી કરવાની પ્રતિજ્ઞા લીધી. પરંતુ હળવદ ના રાજા અને ધ્રોળ ના રાજા પોતાની પ્રતિજ્ઞા પુરી કરી શક્ય નહિ, પણ ચાંચોજી પોતાની આ વાત પર કાયમ રહ્યા. જેને કારણે આ બંને રાજાઓને તેમના પર ઈર્ષા જાગી.

જેને કારણે આ બંને રાજાઓ એ ચાંચોજી ની પ્રતિજ્ઞા તોડવાની એક યુક્તિ વિચારી. જેને પુરી કરવા તેમણે એક ચારણને ઉશ્કેર્યો. ત્યારે આ ચારણ બોલ્યો કે તે પરમાર નો વંશ છે તેમની પાસે માથું માંગીશ તો તે પણ હસતા મુખે આપી દેશે. ત્યારે તેમણે આ ચારણ ને ચાંચોજી પાસે કંઈક એવું માંગવા નું કહ્યું કે જેને આપવમાં ચાંચોજી ના પાડે જેને કારણે તેમની પ્રતિજ્ઞા તૂટી જાય.

ત્યાર બાદ આ ચારણ હા ના કરતો ચાંચોજીના દરબાર માં પહોંચ્યો અને જણાવ્યું કે કોઈ રાજા દાગીના તો કોઈ રાજા જમીન નું દાન કરે છે તો કોઈ પોતાનું માંથુ પણ આપી દેછે. પરંતુ મારે તમારા પાસે જીવતો સિંહ દાન માં જોઈએ છે. આ સાંભળતા સભામાં હાજર બધા લોકોમાં હાહાકાર મચી ગયો. પરંતુ ચાંચોજી હાસ્ય અને કહ્યું કે કાલે સવાર ના સમયે તને જીવતો સાવજ દાનમાં મળી જશે.

ત્યરા બાદ રાતના સમયે તેઓ પોતાના ઓરડામા જઈને પોતાની પ્રતિજ્ઞા કઈ રીતે પુરી કરવી તે અંગે વિચારવા લાગ્યા અને સૂર્ય દેવને પોતાની લાજ સાચવવાની પ્રાર્થના કરી. ત્યારે એક આવજ આવ્યો કે ચાંચોજી તેમે ક્ષત્રિય છો શા માટે ચિંતા કરો છો કાલે સવારે સામેના પર્વત પર આવેલા અનેક સિંહ પૈકી કોઈ પણ સિંહનું દાન કરી દેજો. ત્યાર બાદ તેઓ આ ચારણ સહીત આખા દરબાર સાથે ચોટીલાના ડુંગર પર ગયા તેવામાં એક સાવજ ત્યાંથી નીકળ્યો.

ચાંચોજી તેની પાસે ગયા અને તેનો કાન જાણે તે કોઈ બકરી હોઈ તેમ પકડી લીધો અને ચારણ ને કહ્યું કે લો આ સાવજ દાનમાં સાવજને જોઈને આ ચારણ ત્યાંથી દૂર ચાલ્યા ગયા અને કહ્યું કે મેં તમારું દાન સ્વીકારી લીધું છે હવે આ સાવજને છોડી દો. ત્યાર બાદ ચાંચોજી એ આ સાવજ ના માથા પર હાથ ફેરવીને કહ્યું કે હે જંગલ રાજ હવે તમે જાઓ મારી પ્રતિજ્ઞા પુરી થઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *