Gujarat

ગ્રીષ્મા હત્યા કેસ ગ્રીષ્મા ના ભાઈ એ બહેન ની યાદ માં હૃદયદ્રાવક વિડીયો શેર કર્યો..અને લખ્યું કે

Spread the love

ગ્રીષ્મા હત્યા કેસ. તાજેતર માં આ કેસ ખુબ જ ચર્ચા માં રહ્યો હતો. જેમાં 12 ફેબ્રુઆરી ના રોજ ફેનિલ ગોયાણી એ સુરત ના બાપોદરા માં જાહેર માં ગળું કાપીને ગ્રીષ્મ ની હત્યા કરી નાખી હતી. અને ત્યારબાદ આરોપી ફેનિલે પોતાની હાથ ની નસ કાપી નાખી હતી. બાદ માં પોલીસે આરોપીને પકડીને રિમાન્ડ મંજુર કરીને તપાસ હાથ ધરી હતી. અને તેનો કેસ ચાલી જતા આરોપી ફેનિલ ને આખરે ફાંસી ની સજા જાહેર કરવામાં આવી છે.

આરોપી ફેનિલ ને ફાંસી ની સજા નું એલાન થતા ગ્રીષ્મા ના પરિવાર દ્વારા એક શોક સભા નું આયોજન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન હર્ષ સંઘવી એ પણ હાજરી આપી હતી. જે દરમિયાન ગ્રીષ્મા ના પરિવાર જને એ ગ્રીષ્મા ને ભીની આંખે શ્રધાંજલિ આપી હતી. તેની પિતરાઈ બહેન દ્વારા તેરી લાડકી ગીત ગાઈ ને શ્રધાજલી આપી હતી.

ગ્રીષ્મા ના ભાઈ ધ્રુવ એ તાજેતર માં એક વિડીયો પોતાની બહેન ની યાદ માં બનાવીને સોશિયલ મીડિયા પર મુક્યો છે. અને તે વીડિયો માં તેને તેરી લાડકી ગીત પણ મૂકેલું છે. તેના ભાઈ ધ્રુવે પોતાની બહેન સાથે તેના પરિવાર ની સાથે ની યાદ તાજી કરતા તે ફરવા ગયેલા તે સમય ના ફોટા તેના ભાઈ એ મુક્યા હતા.અને તે ને સાથે લખ્યું કેમ, આરોપીને તો એક વાર ફાંસી થશો, પણ પરિવાર દીકરી ની યાદ માં ઝૂરતો રહેશે.

ગ્રીષ્મા ના મૃત્યુ બાદ ગ્રીષ્મા ને તેના ભાઈ એ જ મુખાગ્નિ આપી હતી. કોર્ટ માં કેસ ચાલતા સમયે તેના ભાઈ નું નિવેદન પણ લેવામાં આવ્યું હતું. જે સમયે ગ્રીષ્મા નો બનાવ બન્યો તે સમયે તેનો ભાઈ તેને બચાવવા ગયો હતો તે દરમિયાન આરોપી ફેનિલે તેને પણ ચાકુ મારવાનો પ્રયત્ન કર્યો હતો. આમ ભાઈ એ સોશિયલ મીડિયા પર પોતાની બહેન ની યાદ માં શ્રધાંજલિ આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *