બેસતા વર્ષની ખુશીઓ ને લાગી નજર વર્ષનો પહેલો દિવસે એક પરીવાર પર ફાટ્યું દુઃખનું વાદળ પરીવાર ના એક સભ્યને નડયો કાળ જેને કારણે પરીવાર માં……

મિત્રો આપણે સૌ જાણીએ છીએ તેમ દેશ અને રાજ્યમાં છેલ્લા ઘણા સમય થી અકસ્માતો ની સંખ્યામાં સત્તત વધારો જોવા મળી રહ્યો છે. આવા અકસ્માત ના કેસમાં થતા સત્તત વધારા ના કારણે અનેક લોકો ને પોતાના જીવ ગુમાવવા પડ્યા છે જયારે ઘણા લોકો આવા અકસ્માત ના કારણે ગંભીર રીતે ઇજા ગ્રસ્ત પણ થયા છે. આવા અકસ્માતો માં અનેક લોકો પોતાના સ્વજનોને ખોઈ બેસે છે. આપણે સૌ જાણીએ છીએ કે પોતાના સ્વજનોને ખોવાનું દુઃખ કેટલું હોઈ છે.

તેવો જ એક બનાવ હાલ રાજકોટ માંથી સામે આવી રહ્યો છે. મિત્રો અપને સૌ જાણીએ છીએ કે હાલ સમગ્ર દેશમાં દિવાળીનો સમય ચાલી રહ્યો છે. આ તહેવાર પોતાની સાથે અનેક તહેવારો લાવે છે આ સમય ગાળામાં બધી જગ્યાએ ખુશીનો માહોલ જોવા મળે છે. હાલ દિવાળી પછી સૌ કોઈ નવા વર્ષની ધામ ધૂમ થી ઉજવણી કરી રહ્યા છે. અને એક બીજાને નવા વર્ષ ની ખુશી સંદેશ પાઠવી રહ્યા છે તેમાં આ નવા વર્ષે જ એક પરિવાર ની ખુશીઓને કોઈક ની નજર લાગી હોઈ તેવું લાગે છે.

કારણ કે વર્ષ ના પહેલાજ દિવસે આ પરિવાર ના એક સભ્યે એક માર્ગ અકસ્માત માં પોતાનો જીવ ગુમાવ્યો છે તો ચાલો આપણે આ અકસ્માત અંગે વધુ માહિતી મેળવીએ. તમને જણાવી દઈએ કે આ અકસ્માત રાજકોટ ના કાલાવડ રોડ પાસે ના ઇસ્કોન મંદિર સામે કણકોટના પાટિયા પાસે સર્જાયો છે. આ અકસ્માત એક એસટી બસ અને એક બાઈક વચ્ચે સર્જાયો હતો. જો વાત આ એસટી બસ વિશે કરીએ તો આ બસ નો નંબર જીજે/ 18/ ઝેડ/ 5894 છે કે જે ગાંધીનગર/ રાજકોટ/ જામજોધપુર/ ના રૂટ પર ચાલતી હતી.

આ બસે એક બાઈક કે જેનો નંબર જીજે/ 03/ ઈએચ/ 5269 છે આ બાઇકને ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો. બસ સાથે ટક્કર થતા બાઈક ચાલાક જમીન પર પટકાયો અને તેના માથા પરથી આ બસનું ટાયર પસાર થઇ ગયું હતું. આ અકસ્માત બાદ તે યુવક નું ઘટના સ્થળેજ મોત થયું હતું. અકસ્માત ના કારણે આસપાસ ના લોકો અહીં એકઠ્ઠા થઇ ગયા હતા. અકસ્માત અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસને ઘટના અંગે જાણ થતા તેઓ ઘટના સ્થળે પહોંચી આ યુવાનના મૃત દેહ ને પીએમ માટે રાજકોટ ની સિવિલ હોસ્પિટલ માં લઇ જવામાં આવ્યું હતું.

આ બનાવની જાણ તેમના પરિવાર ના લોકો ને થતા સમગ્ર પરીવાર માં નવા વર્ષ ની ખુશીઓના સ્થાને માતમ છવાઈ ગયો છે. જો કે આ વિસ્તાર માં આ કોઈ પહેલો અકસ્માત નથી અહીં અવાર નવાર અનેક ગમખ્વાર અકસ્માતો સર્જાતા હોઈ છે હાજી થોડા સમય પહેલાજ અહીં એક એસટી બસ અને એક ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેના કારણે આ અકસ્માત માં ચાર લોકોના મોત થયા હતા.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *