માતા-પિતા બાળક ને મોબાઈલ આપતા પહેલા ચેતજો ! 8-વર્ષ ના બાળકે મોબાઈલ માં હોરોર મુવી જોયા બાદ એવું કર્યું કે…થઇ ગયું મોત.
આજકાલ ના જમાનામાં નાના બાળકો થી માંડી ને મોટા લોકો સૌથી વધુ ઉપયોગ મોબાઈલ ફોન નો કરે છે. આજના યુગ માં નાના બાળકો ને મોબાઈલ ફોન વગર ચાલતું નથી. નાના બાળકો ને મોબાઈલ મા મોટા કરતા પણ વધુ ખબર પડતી હોય છે. પણ ક્યારેય વિચાર્યું કે મોબાઈલ ફોન જ કોઈ નાના બાળક ના મોત નું કારણ બની શકે? મહારાષ્ટ્ર માંથી એક હચમચાવતી ઘટના સામે આવી છે. ઘટના સાંભળતા જ હચમચી જવાય છે.
મહારાષ્ટ્ર ના પુણે થી એક ખરેખર કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. જેમાં વિગતે જાણવા મળ્યું કે, 8-વર્ષ નો બાળક મોબાઈલ ફોન માં એક હોરોર મુવી જોઈ રહ્યો હતો. આ મુવી માં જે સીન આવતો હતો તે સીન ને રિયલ મા બાળકે કર્યો અને તેમાં તેનું મોત થઈ ગયું. બાળક મોબાઈલ મા જે હોરોર મુવી જોતો હતો તેને જોયા બાદ તે પોતાના રૂમ માંથી એક ઢીંગલી ને લઇ આવ્યો.
આ ઢીંગલી ને તેને ઢીંગલી ના માથે કાળું કપડું બાંધ્યું અને ઢીંગલી ને બાદ માં લટકાવી દીધી. ઢીંગલી ને લટકાવ્યા બાદ આ બાળકે તેના મોઢા પર કાળું કપડું બાંધ્યું અને એક દોરી લઇ તે દોરી ને બારી સાથે બાંધી. અને એક છેડો પોતાના ગળામાં બાંધ્યો. અને બાદ માં બેડ પર ચડીને બેડ પર થી કૂદકો માર્યો. દોરી નાની હતી આથી તેના પગ જમીન પર ન પડ્યા અને તે લટકી ગયો.
અને શ્વાસ રૂંધાતા તે મૃત્યુ પામ્યો. જાણવા મળ્યું કે બાળક તેના માતા-પિતા અને ભાઈ-બહેન સાથે રહે છે. તેમના પિતા તેના જ ફ્લેટ માં ચોકીદાર છે અને માતા ઘરો માં રસોઈ બનવાનું કામ કરે છે. માતા એ તેના બાળક ને આ હાલત માં જોયો અને તરત હોસ્પિટલે ખસેડ્યો પણ ત્યાં સુધીમાં બાળક મૃત્યુ પામ્યો હતો. પોલીસે જણાવ્યું કે બાળક નું પોસ્ટમોર્ટમ કર્યા બાદ જ સાચું કારણ જાણવા મળશે કે ખરેખર બાળક લટકીને જ મૃત્યુ પામ્યો છે કે કેમ?
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!