યુવાન દિકરા માટે આખા પરીવારે કરી આત્મહત્યા આ દિકરો પરીવાર કરતા…

મિત્રો આપણે જાણીએ છીએ તેમ મનુષ્ય એ ખૂબ જ લાગણીશીલ વ્યક્તિ છે સમગ્ર જીવસૃષ્ટિમાં મનુષ્ય જેટલા સંબંધો અને લાગણી લગભગ જ કોઈ જીવ ધરાવતું હશે તેમાં આવો લાગણી સભર વ્યક્તિ પોતાના અંગત કોઈ લોકોના મૃત્યુ બાદ ઘણો જ તૂટી જાય છે.

પોતાના સ્નેહીજનોને ખોવાનું દુઃખ ઘણું જ આકરું છે તે આપણે સૌ જાણીએ છીએ પરંતુ શું તમે જાણો છો કે માતા-પિતા તેના પુત્ર પ્રત્યે કેટલી લાગણી અને કેટલો પ્રેમ હોય છે આપડે અહીં એક એવા પરીવાર વિશે વાત કરીશું કે જ્યાં પરીવાર ના યુવાન દીકરાની મૃત્યુ બાદ સમગ્ર પરિવારે આત્મહત્યા કરી પોતાનું જીવન પૂરું કરી નાખ્યું છે.

આ ઘટના છે રાજસ્થાન ના સિકરમા ની કે જ્યાં એક પરિવારે પોતાનો યુવાન દિકરો ખોઈ બેસ્યા અને તેના દુઃખ માં આખા પરીવારે આત્મહત્યા કરી લીધી. આ ઘટના છે 48 વર્ષ ના હનુમાન પ્રસાદ ની કે જેઓ ભાજપ ના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને રાજયસભા સાંસદ સ્વ. મદન લાલ સેનાની ના ભત્રીજા છે અને  સરકારી શાળા માં ચોથા વર્ગ ના કર્મચારી છે.

તેમનો 18 વર્ષ નો પુત્ર હૃદય રોગ ના હુમલાને કારણે અવસાન પામ્યો પરંતુ તેના અવસાન ના આઘાત માં સમગ્ર પરીવાર ખૂબ જ ડૂબી ગયો. તેમના પિતા તેના અવસાન બાદ એટલા તૂટી ગયા કે ફક્ત કામ પૂરતા જ ઘરની બહાર નીકળતા. હનુમાન પ્રસાદ ના પત્ની ગૃહિણી હતા. તે અને તેમની બંને દિકરી ઓ પણ ઘરની બહાર નીકળતા ન હતા.

તેવામાં હનુમાન પ્રસાદ એ લુહાર પાસે ઘરમાં એક લોખંડ નો સળીયો લગાવ્યો અને પછી દોરીની વ્યસ્થા કરી સમગ્ર પરીવારે એક સાથે રવિવારે આત્મહત્યા કરિ લીધી.આ બાબત ની જાણ તે દિવસે સાંજે થઈ કે જ્યારે દૂધ વાળો તેમને દૂધ દેવા આવ્યો પરંતુ તેમણે દરવાજો ના ખોલ્યો.

ત્યારબાદ દૂધવાળા ભાઈએ હનુમાન પ્રસાદ ના ભાઈ ને બોલાવ્યા છતાં પણ દરવાજો નો ખોલતાં આખરે દરવાજો તોડી તેઓ અંદર ઘૂસ્યા જ્યાં તેમને આ પરીવાર ની બોડી લટકતી મળી. તેમણે એક આત્મહત્યા ચિઠ્ઠી પણ લખી જેમાં જણાવ્યું કે અમારા યુવાન દિકરા ને બચાવ્વની અમે ઘણી મહેનત કરી છતાં તે બચી શક્યો નહીં તો હવે અમારે જીવીને શું કરવું.

આ સમગ્ર ઘટના બાદ હનુમાન પ્રસાદ ના વૃદ્ધ માતા પિતા ઘણા જ દુઃખી છે અને તેમના આંખ માથિ આશુ જાણે રોકાતા નથી. સમગ્ર બનાવ અંગે પોલીસને જાણ કરતા હાલ તેમણે આત્મહત્યા નો મામલો નોંધીયો છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *