સલામ છે આ મહિલાનો જસબો વિકલાંગ હોવા છતાં પણ કરે છે આ કામ અને પરિવાર….

મિત્રો માનવી એ કુદરતની એક અદભુત રચના છે કુદરતે માનવીને ઘણી જ પ્રકારની તાકાત આપી છે માનવ શરીર કુદરતની અનમોલ રચના છે પરંતુ જો શરીરનું કોઈપણ એક અંગ ન હોય તો લોકો આવી વ્યક્તિને વિકલાંગ ક્હેશે શરીરના ઓછા અંગને કારણે આવી વ્યક્તિ હતાશ થઈ જાય છે અને તેમને લાગે છે કે તેઓ હવે જીવનમાં કંઈ પણ કરી શકશે નહીં.

પરંતુ કહેવાય છે કે માનવી પોતે જે પણ ધારે જે પણ ઇચ્છે છે તેને જો સાચી મહેનત વડે મેળવવાની કોશિશ કરે તો તે પોતાના નક્કી કરેલા મુકામ સુધી અવશ્ય પહોંચે છે. જોકે આ માટે વ્યક્તિએ મહેનત કરવી જરૂરી છે.

આપણે આવી વાતો શા માટે કરીએ છીએ તેની પાછળ પણ એક કારણ છે આપણે આજે એક એવી મહિલા નો પરિચય મેળવશું કે જેઓ વિકલાંગ હોવા છતાં પોતાના જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો અને પોતાના નક્કી કરેલા કામો પોતાની મહેનત અને આવડત વડે પરિપૂર્ણ કર્યા છે.

આપણે અંકિતા શાહ વિશે વાત કરવાના છીએ કે જે અમદાવાદમાં રહે છે અને રિક્ષા ચલાવે છે અંકિતા એ પોતે વિકલાંગ છે નાનપણથી જ તેમને પોલિયોની બિમારી હતી જેને કારણે તેઓને પોતાનો પગ ગુમાવવો પડ્યો હતો તેઓ ઘણા હતાસ થઈ ગયા હતા તેમને આ અવસ્થાને કારણે ઘણી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

પરંતુ અંકિતાએ કયારે પણ હાર ન માની હતી જો વાત તેમના અભ્યાસ વિશે કરીએ તેઓ ઇકોનોમિક્સમાં ગ્રેજ્યુએશન પૂરું કરેલ છે ત્યારબાદ તેમણે કોલ સેન્ટરમાં પણ જોબ કરી હતી. તેઓ બાર બાર કલાકની નોકરી કરવા છતાં પણ તેમનો પગાર માત્ર ૧૨ હજાર રૂપિયા જ હતો. તે જ સમયે તેમને ખ્યાલ આવ્યો કે તેમના પિતાને કૅન્સર છે.

અંકિતા તેમના પાંચ ભાઈઓ બહેનો સૌથી મોટા છે પિતાના કેન્સર ની જાણ થતાં સમગ્ર પરિવારની જવાબદારી તેમના માથે આવી વળી તેમના પિતાના નિદાન અર્થે તેમની  અમદાવાદથી સુરત આવવું અને જવું પડતું આવું ઘણીવાર કરવુ પડતું.

જેને કારણે તેમને વારંવાર નોકરીમાંથી રજા લેવી પડતી હતી પરંતુ તેમને નોકરી માથી રજા આપતા ન્ હતા પરિણામે તેમણે આ નોકરી છોડી દીધી ત્યારબાદ તેમણે અનેક જગ્યાએ અને અનેક કંપનીઓમાં ઈન્ટરવ્યુ પણ આપ્યું પરંતુ સૌ કોઈ તેમને વિકલાંગ હાલતને કારણે નોકરીએ રાખતા ન હતા.

પરિણામે છેલ્લા અંકિતા વિચાર્યું કે તેઓ રિક્ષા ચલાવશે જો કે તેમનો પરિવાર તેમના આ નિર્ણયની સાથે ન હતા પરંતુ તેમણે પોતાનો ઇરાદો મક્કમ કાર્યો. તેમણે પોતાના મિત્રો કે જેઓ પોતે પણ વિકલાંગ છે તેમની પાસેથી રિક્ષા ચલાવવાનું શીખ્યું અને પોતાની કસ્ટમાઇઝ રીક્ષા પણ તેમની મદદ વડે લીધી.

હાલ તેઓ અમદાવાદના પહેલા વિકલાંગ મહિલા રિક્ષાચાલક છે તેમના પિતાના જણાવ્યા અનુસાર હવે માત્ર ૮ થી ૯ કલાક માં તેઓ રીક્ષા મારફતે મહિને લગભગ 20,000 રૂપિયા કમાઈ લે છે અને તે ભવિષ્યમાં પોતાનો ટેક્સી બિઝનેસ પણ શરૂ કરવાનું વિચારી રહી છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *