સોના અને ચાંદી ના ભાવ માં ફેરફાર જાણો આજની કિંમત…..
મિત્રો આપણે સૌ સોનું અને ચાંદી ખરિદવા ની ઇચ્છા રાખતા હોઈએ છીએ. અને આવી ઘાતુમા પોતાના નાણાં પણ રોકવા વિચારતા હોઈએ છિએ. કારણ કે આપણે સૌ જાણીએ છિએ કે આ ધાતુઓ ઘણી જ મુલ્યવાન છે અને એક વાર તેમાં નાણાં રોક્યા પછી લગભગ તેનું વળતર સારું જ મળે છે. વળી હાલના સમય માં સોનુંએ અમીરી નું પણ પ્રતીક બનિ ગયુ છે. જો તમે પણ સોનું ખરીદવા માંગો છો તો આ અહેવાલ તમારાં માટે છે.
આપણે અહીં સોના અને ચાંદી ના પ્રવર્તમાન ભાવો અંગે વાત કરવાની છે. મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે છેલ્લા ઘણા સમયથી સમગ્ર દેશ અને વિશ્વમા મોઘવારીએ મજા મૂકી છે લોકો તેના કારણે ઘણા પરેશાન છે. જો કે હવે મોંઘવારી ની અસર સોના અને ચાંદી ના ભાવો પર પણ પાડવા લાગી છે.
તમને જણાવી દઈએ કે અમેરિકામાં મોંઘવારીમા વધારાને કારણે છેલ્લા અઠવાડીયા માં વિશ્વ બજારમાં સોના અને ચાંદીના ભાવો માં વધારો જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે હાલ વિદેશ નાં બજારો માં સોનું છેલ્લા 5 મહિનાની ટોચે પહોંચી ગયું છે. જ્યારે વાત ચાંદી અંગે કરીએ તો ચાંદી છેલ્લા 3 મહિનાની ટોચે છે.
જો વાત આ બજરોના નિષ્ણાતો અંગે કરીએ તો તેમના જણાવ્યા મુજબ અમેરિકામાં કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સમા વાર્ષિક 6.2 ટકાનો જોવા મળ્યો છે. તમને જણાવી દઈએ કે ડૉલર ઇન્ડેક્સમાં મજબૂતી હોવા છતાં પણ છેલ્લા અઠવાડીયે વિદેશી બજારમાં સોના અને ચાંદીના ભાવો માં વધારો જોવા મળ્યો હતો.
જો વાત આપણા દેશના બજાર અંગે કરીએ તો અમિત સજ્જાના કે જેઓ મોતીલાલ ઓસ્વાલના વાઇસ પ્રેસિડેન્ટ છે તેમણે જણાવ્યું છે કે, આજે સોનું MCX પર ડિસેમ્બરમાં રૂ. 49,050ના ભાવે જોવા મળી શકે છે. કે જે આગળ રૂ 49,450 નો લક્ષ્યાંકે પહોંચી શકે છે. જેના માટે લગભગ રૂ. 48,850 નો સ્ટોપલોસ મૂકી શકાય છે. જ્યારે તેમણે ચાંદી વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે ડિસેમ્બમાં ચાંદી રૂ. 67,700 ના લક્ષ્યાંક સુધી પહોંચી શકે છે જે ભાવ ભવિષ્યમાં રૂ. 66,700એ ચાંદી ખરીદી શકાય છે. અને જેના પર રૂ.66,100 નો સ્ટોપ લોસ લાદી શકે છે.
જયારે વાત કેડિયા એડવાઇઝરીના મેનેજિંગ ડિરેક્ટર અજય કેડિયા વિશે કરીએ તો તેમણે માહિતી આપી છે કે ડિસેમ્બર ના સમય ગળા આસ પાસ સોનું MCX પર રૂ. 49,400ના ભાવે પહોંચી શકે છે. જે આગળ જાતા રૂ. 48,900નો લક્ષ્યાંક મેળવી શકે છે. જેના માટે રૂ. 49,600 નો સ્ટોપલોસ સેટ કરી શકાય. જયારે ચાંદી વિશે માહિતી આપતા તેમણે જણાવ્યું છે કે ડિસેમ્બર નાં સમય આસ પાસ ચાંદી નો ભાવ રૂ. 66,400 પર પહોંચી શકે છે. જે ભવિસ્યમાં રૂ. 67,200 ના ભાવે ચાંદીનું વેચાણ નફાકારક સોદો સાબિત થઈ શકે છે.આ માટે રૂ.67,600નો સ્ટોપ લોસ મૂકી શકો છો.
તેવી જ રીતે વિરેશ હિરેમથ કે જેઓ ફિનલિટ કન્સલ્ટિંગ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર છે તેમના માટે સોનું ભવિસ્યમા MCX પર રૂ. 49,300 ના ટ્રેન્ડ થઈ શકે છે. જે આગળ વધતાં રૂ. 49,500નો લક્ષ્યાંક હાંસલ કરી શકાય છે. જે માટે રૂ.49,200 નો સ્ટોપ લોસ લાદી શકાય છે. જ્યારે ચાંદી ના ભવિસ્ય વિશે તેમણે જણાવ્યું છે કે આવનારા સમય એટલે કે ડિસેમ્બર ની આસ પાસ અહીં ચાંદી ના વાયદામાં રૂ. 67,500 ના લક્ષ્યાંક માટે રૂ. 67,000 ના ભાવે ખરીદવું નફા કારક છે. અને આ માટે રૂ. 66,750 નો સ્ટોપ લોસ મૂકી શકાઇ છે.