સૌરાષ્ટ્ર ના વિર જવાન શહિદ થયા, શહીદ જવાન અમર રહો

થોડા દિવસ અગાવ જ સુરેન્દ્રનગર ના કુલદીપ પટેલ શહીદ થયા હતા જે ઇન્ડયન નેવી મા ફરજ બજાવતા હતા. અને શોક નુ મોજુ સમગ્ર ગુજરાત મા ફરી વળ્યુ હતુ ત્યારે ફરી એક દુખદ સમાચાર સૌરાષ્ટ્ર માટે આવ્યા છે જેમા મુળ ભાવનગર ના ખોખરા ના વતની જમ્મુ અને કાશ્મીર મા ફરજ બજાવતા એક જવાન શહીદ થયા છે.

જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરથી નજીકના મોટાખોખરા ગામે રહેતા અને છેલ્લા ઘણાં વર્ષોથી કાશ્મીરમાં ફરજ બજાવતા માં ભારતીના વિર જવાન મીલીટ્રીમેન પરેશભાઇ નાથાણીનું ગઈ કાલે ભાવનગર સર.ટી. હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ થતા સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.

જાણવા મળ્યા મુજબ કાશ્મીર ખાતે ફરજ બજાવતા ઘોઘાના મોટાખોખરા ગામના વતની છે અને જ્ઞાતિએ વાણંદ સમાજના છે. તેઓ છેલ્લા સાત દિવસથી તેમના વતન મોટાખોખરા રજા પર આવ્યા હતા અને તે દરમ્યાન અચાનક તેમની તબિયત નાદુરસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર્થે ભાવનગરની સર.ટી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ત્યાં આજે સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ થયું હતું. ઉક્ત ઘટનાથી મોટાખોખરા ગામમાં તથા સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.અને લોકો એ શહીદ જવાન ને લોકો એ સોસિયલ મીડીયા પર શ્રદ્ધાંજલી પાઠવી હતી.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *