હરિયાણા માં થયો ગમ્ખવાર અક્સ્માત અહીં બે ટ્રક અને ગાડી વચ્ચે અક્સ્માત થતાં એકજ પરીવાર ના આટલા લોકો ના અવસાન થયા અક્સ્માત બાદ….

મિત્રો આપણે અવાર નવાર અનેક અકસ્માત ના કિસ્સાઓ જોતા અને સાંભળતા હોઈએ છીએ આપણે જાણીએ છીએ કે હાલ સમગ્ર રાજ્યમાં અને દેશમાં અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. આવા અકસ્માતો ને કારણે ઘણા લોકોને પોતાનો જીવ ગુમાવ્યો પડ્યો છે જ્યારે ઘણા લોકોને ગંભીર ઈજા પણ પહોંચી છે.

તેવામાં એક ઘણો ગંભીર અક્સ્માત સામે આવ્યો છે આ અક્સ્માત હરિયાણાના ઝજ્જર જિલ્લાના બહાદુરગઢમાં સર્જાયો હતો તો ચાલો આપણે આ અક્સ્માત અંગે વધુ માહિતી મેળવીએ.મળતી માહિતી અનુસાર હરિયાણાના ઝજ્જર જિલ્લાના બહાદુરગઢમાં એક ઘણોજ મોટો રોડ અકસ્માત સર્જયો હતો. આ અકસ્માતમાં એક જ પરિવારના 8 લોકોનાં મોત થયા છે જ્યારે અક્સ્માત ના કારણે એક બાળક ઘાયલ થયું હતું.

જો વાત આ અક્સ્માત માં મૃતયુ પામનાર લોકો અંગે કરીએ તો તેમાં એક બાળક અને ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે. અકસ્માત ની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને આ મામલે તપાસ શરૂ કરી હતી.

જો વાત અક્સ્માત વિશે કરીએ તો મળતી માહિતી મુજબ, આ અકસ્માત કેએમપી એક્સપ્રેસ વે પર થયો હતો, જ્યાં એક ઝડપથી આવતા ટ્રકે પાછળથી ગાડિને ટક્કર મારી હતી આ અક્સ્માત બાદ ટ્રક ચાલક ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો.

જેને કારણે પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી જો વાત અક્સ્માત ગ્રસ્ત પરિવાર વિશે કરીએ તો આ પરીવાર યુપીના ફિરોઝાબાદનો રહેવાસી હતો. તેઓ ફિરોઝાબાદના નાગલ અનૂપ ગામના લોકો ગોગા મેડીથી દર્શન કરીને ઘરે પરત ફરી રહ્યા હતા.

આ પરીવાર ના લોકો એક ભાડાની આર્ટિકા કાર લઈને નીકળ્યા હતા. આ અકસ્માત સમયે તે વાહનમાં 11 લોકો હતા અક્સ્માત પહેલા કેએમપી રોડ પર થોડા સમય માટે કારને રોકવામાં આવી હતી જોકે આ અકસ્માતમાં માત્ર વાહન ચાલક, એક મહિલા અને એક બાળક બચી ગયા છે.

તમને જણાવી દઈએ કે આ અકસ્માત સમયે ડ્રાઈવર અને એક મહિલા આ ગાડી માંથી બહાર આવ્યા હતા જેને કારણે તેઓને ઈજા થઈ ન હતી જ્યારે એક ઈજાગ્રસ્ત બાળકીને હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવી છે કે જ્યાં તેની સારવાર ચાલી રહી છે આ ઘાયલ બાળકીને સારવાર માટે બહાદુરગઢ ની એક જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ નાની બાળકીને પગમાં ગંભીર ઈજા થઈ છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *