350-કિમી નું અંતર માત્ર 118-મિનિટ માં કાપી જૂનાગઢ થી અમદાવાદ બે કિડની અને લીવર પહોંચાડવામાં આવ્યા. જૂનાગઢ માં પ્રથમ વાર…
ગુજરાત માં અવારનવાર અંગો ના દાન કરવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. લોકો મર્યા બાદ પણ કોઈ વ્યક્તિઓ ના શરીર માં જીવિત રહી જાય છે. ગુજરાત માં જૂનાગઢ જિલ્લા માં પ્રથમ વખત એક ભાઈ એ પોતાની બે કિડની અને એક લીવર નું દાન કર્યું. આ માટે જૂનાગઢ માં સૌ પ્રથમ વખત ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો.
જૂનાગઢ ના વંથલી ના રવની ગામમાં રહેતા 66 વર્ષ ના મગનભાઈ ગજેરા કે જેમને મગજ ની નસ ફાટતા તેમને બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. બાદ માં મગનભાઈ ના પરિવાર ની સાથે વાત કરતા મગનભાઈ ના લીવર અને કિડની ના અંગો નું દાન કરવાની પરિવારે મંજૂરી આપી હતી. આ માટે જૂનાગઢ ના હોસ્પિટલ થી કેશોદ એરપોર્ટ સુધી પોલીસ દ્વારા ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો.
કેશોદ એરપોર્ટ થી અમદાવાદ ના એરપોર્ટ થી લઈને અમદાવાદ ની ઝાયડસ હોસ્પિટલ સુધી ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો. અને 350 કીલોમીટર નું અંતર માત્ર 118 મિનિટ માં કાપવામાં આવ્યું હતું. જૂનાગઢ ની હોસ્પિટલ થી કેશોદ સુધી થી પોલીસે આગળ પાછળ રહીને પાયલોટિંગ કર્યું હતું. જેથી સમયસર રીતે અંગો ને હોસ્પિટલે પહોંચાડી શકાય.
આ અંગે એસ.પી.રવિ તેજા ની સૂચનાથી ડી.વાય.એસ.પી પ્રદીપસિંહ જાડેજા સાથે વાત કરતા ગ્રીન કોરિડોર બનાવીને કેશોદ સુધી સફળ રીતે મગનભાઈ ગજેરા ના અંગો ને અમદાવાદ સુધી પહોંચાડીને સફળ કામગીરી કરી હતી. મગનભાઈ ના પરિવાર દ્વારા જે રીતે કામગીરી કરવામાં આવી તે ખરેખર વખાણ ને પાત્ર છે. ગુજરાત માં ઘણી બધી સામાજિક સંસ્થાઓ દ્વારા આવી રીતે લોકો ને સમજાવીને અંગોનું દાન કરવા માટે કહેવામાં આવે છે. જેથી બીજા લોકો ની જિંદગી બચાવી શકાય.