4-વર્ષ ની બાળકી ના મૃતદેહ ને ગામ સુધી લઇ જવા હોસ્પિટલે શબવાહિની ના આપી પરિવાર જનો એ બાળકી ની લાશ ને ખભા પર નાખી અને…
મધ્યપ્રદેશ માં એક હોસ્પિટલ ની ઘોર બેદરકારી સામે આવી છે. એક 4 વર્ષ ની માસુમ નું મોત થઇ જતા. હોસ્પિટલ ના લોકો એ પરિવાર જનો ને એક શબવાહિની આપવાનો પણ ઇન્કાર કરી દીધો અને પરિવાર ના લોકો બાળકી ની લાશ ઘર સુધી ખભા બદલી બદલી ને લઇ ગયા. આવી ઘટના સામે આવતા ભારે ચકચાર મચી જવા પામી છે સમગ્ર મામલે એસ.ડી.એમ રાહુલ શીલાડીયા એ કહ્યું કે, આ બાબતે દોષીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.
ઘટના કંઈક એવી હતી કે,4 વર્ષ ની બાળકી રાધા ની તબિયત બગડતા તેના પિતા લક્ષમણ બાળકી ને બક્ષવાહા માં સારવાર માટે લઇ ગયા હતા. તે ડોક્ટર પણ નકલી હતો. તે ડોક્ટરે પ્રાથમિક સારવાર કરી અને પિતા ને એક ચિઠ્ઠી લખી આપી અને પરિવાર ને દમોહ જવા કહ્યું. પરંતુ દમોહ જતા ત્યાં ડોક્ટરે ઈલાજ કરવાની ના પાડી દીધી. અને ત્યારબાદ પરિવાર ના લોકો બાળકી ને લઇ ને જિલ્લા ની હોસ્પિટલે ગયા હતા.
બાળકી ની તપાસ કરી હોસ્પિટલ વાળા એ બાળકી ને મૃત જાહેર કરી. અને કહ્યું કે બાળકી નું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. પરંતુ પરિવાર ના લોકો ને પોસ્ટમોર્ટમ કરવું ના હતું. આથી તે લોકો હોસ્પિટલ ની બહાર આવી ગયા અને હોસ્પિટલ પાસે શબવાહી ની માંગી પણ હોસ્પિટલે શબવાહિની ના આપી. આથી બાળકી ના પિતા, દાદા અને કાકા માસુમ બાળકી નો મૃતદેહ ધાબળા માં લપેટી દીધો.
અને બસ માં બકસવાહા આવવા નીકળી ગયા પરંતુ ત્યારબાદ તે લોકો ને પોતાના ગામ પૌડી જવાનું હતું. જે લગભગ 5 કિલોમીટર દૂર હતું ત્યાં જવા માટે કોઈ એ મદદ ના કરી આથી બાળકી ના પિતા, દાદા અને કાકા બાળકી ના મૃતદેહ ને વારાફરતી ખભા પર નાખી ને પગપાળા ચાલવા લાગ્યા. આ મામલા ની જાણ એસ.ડી.એમ ને થતા તેને વાહન મોકલ્યું. પરંતુ વાહન પણ એવા સમયે મોકલ્યું જયારે તે લોકો ગામ માં પહોંચવા આવ્યા હતા. ખરેખર આ હોસ્પિટલ ની ઘોર બેદરકારી કહેવાય.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!