રોડ અકસ્માત માં એક સાથે 6 લોકો ના થયા મોત, જોનારા ના રુંવાટા બેઠા કરી દે એવો અકસ્માત. જાણો ક્યાં બની ઘટના.
દેશ માં અને રાજ્ય માં વારંવાર અકસ્માત ના કિસ્સો ખુબ જ સામે આવતા રહે છે. લોકોં ને માથે અણધારેલી મુસીબતો આવી પડે છે. ક્યારેક અકસ્માત એટલો બધો ગંભીર હોય છે કે સાંભળી ને આપણા રુંવાટા બેઠા કરી દે છે. એવી જ એક ઘટના ઉત્તરપ્રદેશ ની સામે આવી છે. અકસ્માત માં એક સાથે 6 લોકો ના કમકમાટી ભર્યા મોત થયા છે.
ઉત્તરપ્રદેશ ના જસવંત નગર ના રહેવાસી ના લોકો જે બધા એક સ્ટુડિયો ને સાંભળતા હતા. મૈનપુરી માં એક લગ્ન નો પ્રસંગ હોય ત્યાં તમામ લોકો વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી માટે ગયા હતા. તે લોકો અર્ટિગા કાર માં સવાર હતા તે દરમિયાન કાર મૈનપુરી ચાલ્યા બાદ સેફઈ પોલીસ સ્ટેશન ની નજીક પહોંચી તે દરમિયાન નાગલા રાઠોડ પાસે કારનું ટાયર ફાટ્યું. કાર બેકાબુ થઇ ને બીજા ટ્રેક પર ચાલી ગઈ.
કાર બીજા ટ્રેક પર ચાલી જતા તેની સામે ની બાજુ એ થી એક મિનિ ટ્રક આવી રહ્યો હતો. મીની ટ્રક અને કાર વચ્ચે એવી ભયાનક ટક્કર હતી કે કાર આખી ફંગોળાય ગઈ. કાર માં બેસેલા 10 લોકો મદદ માટે બુમાબુમ કરી રહ્યા હતા. લોકો અને પોલીસ ની મદદ થી બધા ને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં 6 લોકો ને મૃત જાહેર કરવામાં આવ્યા અને બાકીના નો ઈલાજ થઈ રહ્યો છે. ઇજાગ્રસ્તો માં એક ટ્રક ડ્રાયવર પણ છે.
મૃત્યુ પામનાર 6 લોકો માં, મંજીત (27-વર્ષ), શાદાબ (23-વર્ષ), બ્રિજમોહન (23-વર્ષ), વિશેષ (25-વર્ષ), કરણ (23-વર્ષ), વિપિન કુમાર (30-વર્ષ) હતા. આ તમામ ના પરિવાર ના માથે મહામુસીબત આવી પડી છે. આ અકસ્માત માં ઘાયલ થનાર માં રમણ (30-વર્ષ), અમનકુમાર (18-વર્ષ), રોકી (25-વર્ષ), વિશાળ રાઠોર (30-વર્ષ) અને ચરણસિંહ (48-વર્ષ) (મીની-ટ્રક ડ્રાયવર) આ તમામ લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત માં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શોક વ્યક્ત કર્યો હતો.