સલમાન ખાન ના ભાઈ સોહેલખાન અને સીમા સચદેવ ની જાણો પ્રેમકહાની…
બૉલીવુડ ના સ્ટાર એવા સલમાન ખાન અને તેનો પરિવાર મીડિયા માં ચર્ચા માં હોય જ છે. સલમાન ખાને બૉલીવુડ માં ઘણી બધી સુપરહિટ ફિલ્મો આપેલી છે. સલમાન ખાન ના પિતા સલીમખાન તેણે પણ બૉલીવુડ માં ઘણું બધું કામ કરેલું છે. સલીમખાન ને ચાર બાળકો છે જેમાં સલમાન, અરબાઝ અને સોહેલ અને પુત્રી અલ્વિરા છે. સલીમ ખાન ના લગ્ન સુશીલા ચરક સાથે થયા હતા. સુશીલા ચરક નું નામ બદલીને સલમા કરવામાં આવ્યું હતું.
સોહેલ ખાન સલમાન ખાન નો નાનો ભાઈ છે તે સલમાન જેટલો બૉલીવુડ માં સફળ રહ્યો નથી. સોહેલ ખાન ની લવ સ્ટોરી ની વાત કરી એ તો ઘણી જ રસપ્રદ છે. સોહેલ ખાને પંજાબી યુવતી સીમા સચદેવ સાથે લગ્ન કરેલા છે. 1998 માં સોહેલ અને સીમાં ની પ્રથમ વાર મુલાકાત થઈ હતી. પ્રથમ મુલાકાત પછી બન્ને એકબીજા ને પસંદ કરવા લાગ્યા હતા. સીમા સચદેવ ફેશન વર્લ્ડ માં કામ કરવા દિલ્હી થી મુંબઈ આવી હતી.
સોહેલ અને સીમા એ બાદ માં ભાગી ને લગ્ન કરેલા છે. કારણ કે સીમા સચદેવ ના પરિવાર ને સોહેલ સાથે સીમા ના લગ્ન થાય તે તેના વિરોધ માં હતા. બાદ માં સીમા સોહેલ સાથે લગ્ન કરવા માટે ઘરે થી ભાગી ગઈ હતી. જયારે સીમા સોહેલ ની સાથે ભાગી ત્યારબાદ સોહેલ તેને ગેલેક્ષી એપાર્ટમેન્ટ માં લાવ્યો હતો. સલીમ ખાન ને આ વાત ની ખબર પડી કે તરત જ રાતોરાત બન્ને ના નિકાહ કરાવી દીધા. રાત્રે જ એક મોલવી ને શોધીને લાવ્યા અને બન્ને ના નીકીહ કરાવી દીધા હતા. સોહેલ ના મિત્રો બન્ને ના નિકાહ માટે એક મોલવી ને ઉઠાવી લાવ્યા હતા.
સોહેલ અને સીમા એ બે વિધિ થી લગ્ન કર્યા હતા. એક વાર મોલવી એ નિકાહ કરાવ્યા બાદ માં બન્ને એ આર્યસમાજ માં લગ્ન કર્યા હતા. આ દરમીયાન પરિવાર ના સભ્યો ઉપરાંત મિત્રો એ જ હાજરી આપી હતી. સોહેલ અને સીમા ને આજે બે સંતાનો છે નિર્વાણ અને યોહાન. હાલ સીમા અને સોહેલ બન્ને અલગ રહે છે. સીમા એ સોહેલ સાથે થી છૂટાછેડા લેવા માટે અરજી કરેલી છે.