7-જુલાઈ થી 10-જુલાઈ ગુજરાત પર છે અતિભારે ! હવામાન વિભાગે કરી અતિભારે વરસાદ ની આગાહી. જેમાં…
ગુજરાત માં હાલ ચોમાસા ની સત્તાવાર રીતે આગમન થઇ ચૂક્યું છે. આખા ગુજરાત માં ચોમાસુ ધૂમ મચાવી રહ્યું છે. ઘણા બધા જિલ્લાઓ માં અનેક વિસ્તારો જળબમ્બાકાર થઇ રહ્યા છે. લોકો ને ગરમી થી સંપૂર્ણ પણે છુટકારો મળી ચુક્યો છે. ગુજરાત ના ખાસ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માં ભારે વરસાદી માહોલ જામેલો છે.
ગુજરાત માં હવામાન વિભાગે ખાસ આગાહી કરતા જણાવ્યું કે, આગામી 7-જુલાઈ થી 10-જુલાઈ ગુજરાત માં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. હવામાન વિભાગે માહિતી આપતા જણાવ્યું કે, 7-જુલાઈ ના રોજ ગુજરાત ના ભાવનગર, સુરત, જૂનાગઢ, તાપી, નવસારી, ભરૂચ, ડાંગ અને વલસાડ માં વરસાદ પડી શકે છે.
8-જુલાઈ ના રોજ ગુજરાત ના પોરબંદર, નવસારી, રાજકોટ, દ્વારકા, ભાવનગર, મોરબી, જૂનાગઢ, કરછ, જામનગર, અમરેલી માં વરસાદ પડવાની સંભાવનાઓ છે. જયારે 9-જુલાઈ ના રોજ ગુજરાત ના જામનગર, નવસારી, વલસાડ, રાજકોટ, જૂનાગઢ, સુરત, અને મોરબી માં વરસાદ પડવાની શક્યતાઓ હવામાન વિભાગે કરી છે. જયારે 10-જુલાઈ ના રોજ મોરબી, રાજકોટ, ડાંગ, પોરબંદર, જૂનાગઢ, તાપી અને સુરત માં વરસાદ ની સંભાવનાઓ વ્યક્ત કરી છે.
ગુજરાત માં 206 જળાશયો પૈકી ત્રણ ડેમો ને એલર્ટ માં રાખવામાં આવેલા છે. ગુજરાત માં વરસાદી માહોલ સર્જાતા ગુજરાત ના મુખ્યમંત્રી એ સમીક્ષા બેઠક કરી હતી. બચાવ કામગીરી માટે NDRF ની 9-ટિમો ને સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. જેથી બચાવ કામગીરી માં સરળતા રહે. લાગતા વળગતા તમામ કર્મચારીઓ ને હેડ કવોટર ન છોડવા સૂચનાઓ આપવામાં આવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!