અલંગ ના અંતિમ સફરે 14-માળ નું લક્સરીયસ ક્રુઝ જહાજ આવ્યું ! જહાજ ની ખુબસુરતી છે મનમોહક…જુઓ ફોટા.
ગુજરાત ના ભાવનગર જિલ્લા માં આવેલું અલંગ ગામ ના દરિયાકિનારે વિશ્વ ના તમામ જહાજો ભંગાવા માટે આવે છે. વિશ્વ ની સફરે થી આવતા જહાજો ની અંતિમ સફર અલંગ ખાતે પૂર્ણ થાય છે. અલંગ ખાતે મોટા મોટા લક્સરીયસ જહાજો ભંગાવા માટે આવતા હોય છે. હાલ માં એક મોટું લક્સરીયસ 14-માળ નું જહાજ અલંગ માં ભંગાવા માટે આવી ગયું છે.
અલંગ ખાતે આવેલું આ જહાજ જેન્ટીંગ હોંગ કોંગ જેન્ટીંગ ગ્રુપ સ્ટાર પીસીસ ક્રુઝ છે. આ ક્રુઝ જહાજ મલેશિયા ની કંપની ની માલિકીનું છે. આ જહાજ હાલ માં અલંગ ના દરિયાકિનારા થી 2-કિલોમીટર દૂર છે. હજુ સુધી આ જહાજ નો ખરીદનાર નક્કી થયો નથી. માટે તે ત્યાં છે. આ જહાજ ની વાત કરી એ તો, આ ક્રુઝ 14-માળ નું છે. આ ક્રુઝ 177-મીટર લાબું અને 30-મીટર પહોળું છે.
આ ક્રુઝ માં 1900 પેસેન્જરો નો સમાવેશ થઇ શકે છે. અને 750 કૃ મેમ્બરો સામેલ થઇ શકે છે. 1900 પેસેન્જરનું જહાજ સ્ટાર મીન મૂળરૂપે રેડરી એબી સ્લાઈટની બ્રાન્ડ વાઇકિંગ લાઇન માટે ક્રૂઝફેરી “એમએસ કેલિપ્સો” (માસા-યાર્ડ્સ, તુર્કુ ફિનલેન્ડ દ્વારા) તરીકે બનાવવામાં આવ્યું હતું. આ જહાજ SULZER મરીન ડીઝલ એન્જિન દ્વારા સંચાલિત છે અને કુલ પાવર આઉટપુટ 23.75 MW છે. જેમાં બોટના 12 ડેક છે.
આ ક્રુઝ માં બાળકો થી માંડી ને મોટા લોકો સુધી માટે મનોરંજન ની સુવિધાઓ ઉપલબ્ધ છે. જેમાં મીન કલાઉઝ, સ્ટાર ક્લબ, મનોરંજન લેન, પિયાનો બાર જેન્ટીંગ પેલેસ વગેરે નો સમાવેશ થાય છે. અલંગ માં આવતા જહાજો લોકો માટે આકર્ષણ નું કેન્દ્ર બને છે. લોકો જોવા આવતા હોય છે. અલંગ માં આવતા જહાજો નો માલસામાન ત્યાં બજાર માં વેચાણ અર્થે આવતો હોય છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.