પોલીસ સ્ટેશન બન્યું લડાઈ નો અખાડો ! આ યુવક પોલીસ અધિકારી સાથે હાથાપાઈ પર ઉતરી આવ્યો…જુઓ વિડીયો.
આપણા સમાજ માં રોજબરોજ અનેક ઘટનાઓ મારામારી ની સામે આવતી હોય છે. પરંતુ, હાલ માં એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. તેને જોઈ ને ચોકી ઉઠશો. કારણ કે, આ વિડીયો એક પોલીસ સ્ટેશન ની અંદર નો છે. જેમાં પોલીસ સ્ટેશન માં કાઉન્સેલિંગ માટે બોલાવવામાં આવેલા એક યુવકે પોલીસ અધિકારી પર જ હુમલો કરી દીધો.
આ ઘટના ભારત ના ઉત્તરપ્રદેશ રાજ્ય ના મૌનપુરી વિસ્તાર ની છે. આખી ઘટના કંઈક એવી હતી કે, વિષ્ણુ દીક્ષિત નામના યુવક વિરુદ્ધ તેના સસરા એ ફરિયાદ કરી હતી. વિષ્ણુ દીક્ષિત નો તેની પત્ની સાથે વિવાદ ચાલતો હતો. આથી સસરા એ ફરિયાદ કરી હતી. મહિલા પોલીસ સ્ટેશન માં વિષ્ણુ દીક્ષિત ને કાઉન્સેલિંગ માટે બોલાવવામાં આવ્યો હતો.
આ સમયે મહિલા પોલીસ સ્ટેશન માં હાજર પોલીસ અધિકારી તેની સાથે વાતો કરી રહ્યા હતા. આ સમયે વિષ્ણુ દીક્ષિત ને કોઈ બાબતે ગુસ્સો આવી ગયો. અને તે પહેલા પોલીસ અધિકારી સાથે બોલાચાલી કરવા લાગ્યો. અને ત્યારબાદ પોલીસ અધિકારી ને ધડાધડ ઝાપટો મારી દીધી હતી. આટલું જ નહિ તે પોલીસ અધિકારી પર હાથાપાઇ પર ઉતરી આવ્યો હતો. જુઓ વિડીયો.
#WATCH | Young man loses temper, beats police official inside a police station premises in Mianpuri UP. He had been called for counselling in connection with another case.
(Note: Abusive language) pic.twitter.com/WhYJwa95NQ
— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 5, 2022
આ હાથાપાઈ માં વિષ્ણુ દીક્ષિત પોલીસ અધિકારી પર આડેધડ હુમલો કરતો હતો. પોલીસ અધિકારી એ પણ તેને વળતો જવાબ આપતા પાડી દીધો હતો. અને ત્યારબાદ તેને લોક અપ માં ખસેડી દીધો હતો. હાથાપાઈ એટલી બધી વધી ગઈ કે, મહિલા પોલીસ અધિકારી અને અન્ય એક વ્યક્તિ પણ બચાવવા આવ્યા હતા.
આ વિડીયો 4-જુલાઈ નો જાણવા મળે છે. આ વિડીયો જોઈ લોકો યુવક ની ભારે ટીકા કરી રહ્યા છે. વિડીયો સોશિયલ મીડિયા માં આવતા જ ઘણા લોકો જોઈ ચુક્યા છે. અને આ વિડીયો માં પોતાનો ગુસ્સો યુવક પર ઠાલવતા કોમેન્ટો કરી રહ્યા છે. આવા અનેક બનાવો સામે આવતા જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!