વળગાડ હોવાની શંકા ને લઇ ને 14-વર્ષ ની માસુમ બાળકી પર પિતા દ્વારા એવો ત્રાસ ગુજારવામાં આવ્યો કે માસુમ ભેટી મોત ને,
રોજબરોજ હત્યા અને આત્મહત્યા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. એવો જ એક કિસ્સો ગીર સોમનાથના તાલાલા ના ઘાવા ગામમાંથી સામે આવ્યો છે. જેમાં એક 14 વર્ષની માસુમ બાળકી ઉપર વળગાડ હોવાની બાબતને લઈને તેના પિતા તેના મોટા બાપુજી વગેરે એ તેની પર સતત સાત દિવસ સુધી તાંત્રિક વિધિઓ કરીને તેને વાડ માં બાંધીને રાખવામાં આવતી હતી. ત્યારબાદ તેનું મૃત્યુ થઈ ગયું હતું.
14 વર્ષની ધૈર્યા ઉપર વળગાડ હોય તેની શંકા ને લઈને તેના પિતા તેના મોટા બાપુજી એ તાંત્રિક વિધિના રવાડે ચડીને તેની હત્યા કરાવી નાખી હતી. 14 વર્ષની ધેર્યા ના પિતા ભાવેશભાઈ અકબરી તેની પત્ની સાથે સુરત રહેતા હતા અને ઘાવા ગીર ગામમાં 20 વીઘા ની જમીન પણ ધરાવે છે. ભાવેશ અકબરી ધૈર્યા ના પિતા છે અને ધૈર્યા પોતાના મોટા પપ્પા સાથે પોતાના ગામ રહેતી હતી.
જાણવા મળ્યું કે એક ઓક્ટોબર ના રોજ સ્કૂલેથી ધૈર્યા જ્યારે ઘરે આવી ત્યારે તેના પપ્પા અને તેના મોટા પપ્પાએ દીકરીને ભૂતનું વળગાડ થયું હોય તેવી આશંકાને લઈને વાડી એ લઈ જવામાં આવી હતી. ત્યાં ધેર્યાના બધા જ કપડા મંગાવવામાં આવ્યા અને તેનો ઢગલો કરી તેને સળગાવવામાં આવ્યા હતા. બાદમાં ધૈર્યા ને તેની નજીક ઉભી રાખવામાં આવી હતી. ધૈર્યા આગની નજીક ઉભી રહેતા તેના શરીરે ફોડલા પણ થઈ ચૂક્યા હતા.
આ બાદ 14 વર્ષની માસુમ દીકરીને સાત દિવસ સુધી અલગ અલગ રીતે ટોર્ચર કરવામાં આવતું હતું. તારીખ 7 ના રોજ સવારે ધેર્યાના પિતા અને તેના મોટા પપ્પા માસુમને જોવા ગયા ત્યારે ધૈર્યા નું મૃત્યુ નીપજી ગયું હતું અને માસુમના શરીરમાં જીવાત પડી ગઈ હતી. ત્યારબાદ તેની માતાને જણાવવામાં આવ્યું હતું કે તેનું કોઈ બીમારીના કારણે મૃત્યુ થઈ ચૂક્યું છે.
આ બાદ પોલીસે બંને ભાઈઓ ની અટકાયત કરી હતી. જેમાં ધૈર્યા ના નાના વાલજીભાઈ ડોબરીયા એ તેના જમાઈ ભાવેશ અકબરી અને તેના મોટાભાઈ દિલીપ અકબરી સામે ગુનો નોંધાવી ફરિયાદ કરી હતી અને આ બાબતે પોલીસે બંને ભાઈઓને ધરપકડ કરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!