કોલેજીય યુવતીએ હોટેલના રૂમમાં સાડી વડે ફંદો બાંધી ગળાફાંસો ખાય લીધો ! આત્મહત્યા કારણ બીજું કાંઈ નહીં પણ આ, “સોરી મમ્મી પપ્પા..
વર્તમાન સમયમાં જો વાત કરવામાં આવે તો પ્રેમને લીધે અનેક લોકો હત્યા અથવા તો આત્મહત્યા જેવા પગલાઓ લઇ લેતા હોય છે, રાજ્યમાંથી અનેક એવા કિસ્સાઓ હાલ આપણી સામે આવી રહ્યા છે જે ખરેખર ચોંકાવનારા હોય છે. એવામાં આજના આ લેખના માધ્યમથી અમે સુસાઇડની એક એવી ઘટના વિશે જણાવાના છીએ જેના વિશે જાણીને તમે પણ ધ્રુજી જ જશો. જણાવી દઈએ કે આ ઘટનાની અંદર બીએની વિધાર્થીએ હોટેલ રૂમમાં ગળાફાંસો ખાયને આપઘાત કરી લીધો હતો જે બાદ દીકરી પાસેથી સુસાઇડ નોટ પણ મળી આવી હતી.
આ ઘટના અંગે 23 વર્ષીય મૃતકના ભાઈએ પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ લખાવી હતી, રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે 21 વર્ષીય ગઈ ખાનગી કોલેજની અંદર પેહલા વર્ષમાં બીએનો અભ્યાસ કરતી હતી એવામાં ટોંકમાં રહેતી હતી ત્યારે તેના પાડોશી આંટીનો ભત્રીજો મથુરા તેમના ઘરે રહેવા માટે આવ્યો હતો, હરિયાણા નિવાસી અંકિત સાથે વાતચીત તથા યુવતીને અંકિતે પ્રેમ જાળમાં ફસાવી દીધી હોવાની ફરિયાદ યુવતીના ભાઈએ નોંધાવી હતી, એટલું જ નહીં મૃતકના ભાઈએ એમ પણ જણાવ્યું હતું કે લગ્ન કરવાનું કહીને અંકિતે અનેક વખત તેની બહેનનો રેપ કરવાનો પણ આરોપ લગાવ્યો હતો.
અશ્લીલ ફોટો તથા વિડીયો બનાવી બનાવીને અંકિત યુવતીને વારંવાર બ્લેકમેલ કરતો હતો અને અલગ અલગ જગ્યાએ લઈજઈને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.મૃતકની મોટી બહેને જણાવ્યું હતું કે અંકિત તેની બહેનનો બ્લેકમેલ કરતો હતો તે વાત પરિવારજનોને ખબર પડી ગઈ હતી જેથી 7 માસ પેહલા પરિવારજનો તેને લઈને સાંગાનેર સદર વિસ્તારમાં રહેવા ચાલ્યા ગયા હતા ત્યાં પણ અંકિત તેને વારંવાર બ્લેકમેલ કરતો, આ વાતથી યુવતી ઘણી ગભરામણ અનુભવતી હોવાની વાત મૃતકની મોટી બહેને કરી હતી.
13 ઓગસ્ટના રોજ યુવતી ખુબ ડિપ્રેશનમાં હતી જે બાદ 14 ઓગસ્ટની સવારે તે અચાનક જ ઘર છોડીને ચાલતી થઇ હતી જે બાદ બે દિવસ સુધી પરિવારજનોએ શોધ તપાસ કરી તેમ છતાં દીકરીનો આતો પતો ન લાગતા 16 ઓગસ્ટના રોજ પોલીસમાં ગુમશુદા રિપોર્ટ દર્જ કરવામાં આવી હતી જે બાદ 18 ઓગસ્ટના દિવસે યુવતીનો પતો લાગ્યો હતો કે તેણે હોટેલની અંદર સુસાઇડ કરી લીધો છે, 18 ઓગસ્ટના રોજ યુવતી પાણીની બોટલ લેવા રિસેપશન પર ગઈ હતી જે બાદથી તે દેખાણી જ ન હતી.
યુવતીએ આપઘાત કરતા પેહલા એક સુસાઇડ નોટ પણ લખ્યો હતો જેમાં તેને લખ્યું હતું જે સપના અંકિતે દેખાડ્યા તેનું ટોર્ચર હવે સહન નથી થાતું,જીવ ભરાય ગયો મન ભરાય ગયું, મેં બધું જ ખોય બેઠી, મેં અંકિત પર વિશ્વાસ કરીને બોવ મોટી ભૂલ કરી દીધી મારી પાસે કાંઈ જ નથી રહ્યું આથી હું મરવા જાવ છું. આવું યુવતીએ પોતાની સુસાઇડ નોટમાં લખ્યું હતું એટલું જ નહીં મૃતક યુવતીએ આવું કરવા બદલ માફી પણ માંગી હતી.