Entertainment

અભિનેત્રી સારા અલી ખાન એ પોતાના ભાઈ જેહ અને તૈમુરની સાથે રક્ષાબંધન નો તહેવાર ધામધુમથી મનાવ્યો, જુવો તસ્વીરો

Spread the love

બૉલીવુડ સ્ટાર સારા અલી ખાન બહુ જ ધામધૂમ સાથે પોતાની રક્ષાબંધન નો તહેવાર મનાવ્યો છે. અભિનેત્રી સારા અલી ખાન રાખી ના તહેવાર પર સાવકી માતા કરીના કપુર ના ખાન ના ઘરે પહોચી હતી, જ્યાં અભિનેત્રીએ પોતાના ત્રણેય ભાઈઓ સાથે આ તહેવાર બહુ  જ ધામધુમથી મનાવ્યો હતો. તહેવાર પછી હવે સોશિયલ મીડિયા પર અભિનેત્રીના રક્ષાબંધન ની ઉજવણી ની ઘણી બધી તસ્વીરો સામે આવી રહી છે.

આ સામે આવી રહેલ તસવીરોમાં તૈમુર અને જેહ અલી ખાન ના ચહેરા ની ક્યૂટનેસ લોકોના દીલને જીતી રહી છે. ફિલ્મ સ્ટાર સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન ના ઘર પર રાખી ના ખાસ અવસર પર પૂરો પરિવાર ઉપસ્થિત થયો હતો. જેમાં સારા અલી ખાન બહુ જ પ્રેમ થી પોતાના ત્રણેય ભાઈઓને રાખડી બાંધતી જોવા મલી આવી છે જેની તસ્વીરો આવતા જ વાઇરલ થઈ રહી છે.

અભિનેત્રી સારા અલી ખાન એ આ અવસર પર પોતાના ફઈ ની દીકરી ઇનાયા ખેમું ને બહુ જ પ્રેમ થી રાખડી બાંધતા પણ શિખડાવ્યું હતું. ત્યાં જ મોટા ભાઈ ગણાતા સૈફ અલી ખાન ના દીકરા ઇબ્રાહિમ અલી ખાન આ દરમિયાન પોતાના બંને નાના ભાઈઓ તૈમુર અને જેહ ને સાચવતા જોવા મળ્યા હતા. રક્ષાબંધન બાદ સૈફ અલી ખાન ના ત્રણેય દીકરાઓ એ એક સાથે સોફા પર બેસીને તસવીર ક્લિક કરાવી હતી. આ દરમિયાન વચ્ચે ઇબ્રાહિમ અલી ખાન અને તેની આજુબાજુ તૈમુર અને જેહ બેસેલા જોવા મળ્યા હતા.

જ્યાં જેહ એ દરેક લોકોનું ધ્યાન પોતાની ક્યૂટનેસ થી આકર્ષિત કર્યું હતું. અભિનેત્રી સારા અલી ખાન ના રાખડી બાંધ્યા બાદ પૂરા પરિવારે એક ફ્રેમ માં તસવીર કલીક કરાવી હતી જેમાં સૈફ અલી ખાન ની બંને બહેનો , કરીના કપૂર અને તેના બને બાળકો તથા સૈફ અલી ખાન , ઇનાયા , સારા અલી ખાન અને ઇબ્રાહિત અલી ખાન, જોવા મલી આવે છે. એક સામે આવી રહેલ તસવીરમાં સારા અલી ખાન પોતાની સાવકી માતા કરીના કપુર ખાન , પિતા સૈફ અલી ખાન અને ભાઈ ઇબ્રાહિમ સાથે પોઝ આપતી પણ નજર આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *