હત્યા અને લૂંટ ના કેસ મા શામિલ કોંગ્રેસ ના એક નેતા એ તેની જ પત્ની ની ગોળીઓ મારી હત્યા નિપજાવી, કારણ એવું હતું કે…
મધ્યપ્રદેશ માંથી એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. મધ્યપ્રદેશ માં રહેતા એક કોંગ્રેસ ના નેતા એ તેની જ પત્ની ની ગોળી મારી ને હત્યા કરી નાખી છે. વધુ વિગતે જાણવા મળ્યું હતું કે, મધ્યપ્રદેશ ના ગ્વાલિયર માં રહેતા કોન્ગ્રેસ ના નેતા ઋષભ ભદૌરિયા એ પોતાની જ પત્ની ની ઘરે ગોળી મારી હત્યા કરી નાખી છે. જાણવા મળ્યું કે,
ઋષભ ભદૌરિયા તેની પત્ની ભાવના અને તેના બે બાળકો થાટિપૂર શહેર ની દર્પણ કોલોની માં રહે છે. ઘર માં પતિ અને પત્ની નો કોઈ બાબતે ઝગડો થયો હતો. અને પતિ એ પત્ની ભાવના ની ગોળીઓ મારી હત્યા કરી નાખી. પત્ની ને ગોળીઓ મારતા જ તેની બાજુમાં સુતેલા તેના બાળકો પણ ફફડી ને જાગી ગયા હતા. આજુબાજુ વાળા લોકો એ ગોળીઓ નો અવાજ સાંભળતા જ ઘરે દોડી આવ્યા હતા.
વધુ માં જાણવા મળ્યું કે, ઋષભ ભદૌરિયા પર આ પહેલા પણ લૂંટ અને હત્યા ના 4-કેસ નોંધાય ચૂકેલા છે. અને 2020 માં તેની સામે કાર્યવાહી બાબતે નોટિસ પણ જાહેર કરવામાં આવી હતી.પોલીસ ને જાણ થતા પોલીસે આવી ને લાશ ને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલે ખસેડી હતી. ઋષભ ભદૌરિયા કોંગ્રેસ ના પૂર્વ જિલ્લા પ્રવક્તા પણ રહી ચુક્યા છે.
આજુબાજુ ના લોકો માં આ બાબતે ભારે ચકચાર મચી જવા પામી હતી. અને પરિવાર માં માતમ નો માહોલ સર્જાયો હતો. લોકો નાની નાની વાતો માં પણ એકબીજા ની હત્યા કરી બેસતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!