India

અભિનેતા સુનિલ દત્ત ના જીવન ની અનસુની કહાની, સુનિલ દત્તે મરતા પહેલા પરેશ રાવલને છેલ્લો પત્ર લખ્યો હતો જેમાં લખ્યું હતું કે…

Spread the love

બૉલીવુડ ના અભિનેતા, નિર્દેશક, નિર્માતા અને રાજનેતા રહી ચૂકેલા સુનિલ દત્ત ને જે પણ કામ માં પોતાનું નસીબ અજમાવ્યું તે બધા માં તે પોતાનું ખુબ જ નામ કરી ચુક્યા હતા.બૉલીવુડ માં પગ મુકતા પહેલા તે રેડિયો ઉદેશક ના રૂપ માં કામ કરતા હતા. તેમણે ફિલ્મો માં નાયક થી લઈને ખલનાયક તરીકે ની બધી જ ભૂમિકાઓ નિભાવેલ છે. જયારે તે માત્ર 5-વર્ષ ના હતા પિતા રઘુનાથ દત્ત નું મૃત્યુ થઈ ચૂક્યું હતું.

તેમને ફિલ્મો માં કામ કરવાની શરૂઆત 1955 માં ફિલ્મ રેલવે પ્લેટફોર્મ થી કરી હતી. સુનિલ દત્તે ઘણી બધી મુવી માં કામ આપેલું છે. બૉલીવુડ ના એક્ટર અને રાજનેતા એવા સુનિલ દત્ત નો જન્મદિવસ 6-જૂન ના રોજ હતો. તેમનો જન્મ 6-જૂન 1929 ના રોજ પંજાબ ના જેલમ જિલ્લામાં થયો હતો. તેમને પોતાનો અભ્યાસ મુંબઈ આવીને પૂરો કર્યો હતો.

મુંબઈ માં આવીને તેમને કંડક્ટર ની નોકરી પણ કરી હતી. સુનિલ દત્તે મરતા પહેલા તેના ખાસ મિત્ર એવા અભિનેતા પરેશ રાવલ ને એક ચિઠ્ઠી લખી હતી. તેમણે 76 માં જન્મદિવસ ની પહેલા 25 મેં 2005 ના રોજ પોતાના ઘરે મુંબઈ માં જ એટેક ના કારણે મૃત્યુ થયુ હતું. 2018 માં જયારે સંજુ મુવી રીલીજ થઇ હતી ત્યારે અભિનેતા પરેશ રાવલે આ ચિઠ્ઠી ની વાત કહી હતી. કે સુનિલ દત્તે તેને એક ચિઠ્ઠી લખી હતી.

જયારે સુનિલ દત્તે પરેશ રાવલ ને પત્ર લખ્યો ત્યારે તે સાસંદ હતા. સુનિલ દત્તે આ પત્ર માં પરેશ રાવલ ને તેના જન્મ દિવસ ની શુભેરછા પાઠવી હતી અને લખ્યું હતું કે, ”પ્રિય પરેશ જી ! તમારો જન્મ દિવસ 30-મેં ના રોજ આવે છે. તમારા જીવન માં તમામ સુખ અને સમૃદ્ધિ બની રહે તેવી તમને શુભેરછા પાઠવું છું” આ પત્ર સુનિલ દત્ત ના જીવન નો છેલ્લો પત્ર બની ગયો હતો.

જયારે સંજુ મુવી રિલીઝ થઇ હતી ત્યારે પરેશ રાવલે આ મુવી માં સંજય દત્ત ના પિતા ની ભૂમિકા અદા કરી હતી. અને આ સમયે જ તેણે આ ચિઠ્ઠી નો ખુલાસો કર્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *