એક લેડીસ ફેન એ કાર્તિક આર્યન ને લગ્ન માટે પ્રપોઝ કર્યું તો અભિનેતાએ કઈક આવું રીએકશન આપ્યું કે જોઈને તમે પણ દિલ હારી જશો….જુવો વીડિયો
બોલિવુડના અભિનેતા કાર્તિક આર્યન ફિલ્મ ઈન્ડસ્ટ્રી ના યુવા કલાકાર છે. તેમણે ઘણી દમદાર ફિલ્મો દ્વારા લોકોના દીલને જીતી લીધા છે. હાલમાં જ અભિનેતા ની ફિલ્મ ‘ સત્ય પ્રેમ કી કથા ‘ સિનેમાઘરોમાં રિલિજ થઈ છે જેને દર્શકોએ બહુ જ પ્રેમ આપ્યો છે ત્યારે આજકાલ કાર્તિક આર્યન ઓસ્ટ્રેલીયા ગયેલ છે. અભિનેતા કાર્તિક આર્યન ભારતીય ફિલ્મ મહોત્સવ ની માટે મેલબર્ન છે.
આ દરમિયાન અભિનેતાના ચાહનારાઓ તેમની એક જલક મેળવવા માટે તેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ સાથે જ અભિનેતા ને તેમની ફિલ્મ ‘ સત્ય પ્રેમ કી કથા ‘ ની માટે વખાણ પણ સાંભળવા મળ્યા હતા. એવામાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાઇરલ થઈ રહ્યો છે. જેમાં એક ફેન અભિનેતા ને લગ્ન માટે પ્રપોઝ કરતી જોવા મળી આવી છે. કાર્તિક ની ફિલ્મ ‘ સત્યપ્રેમ કી કથા ‘ ફેંસને બહુ જ પસંદ આવી છે. બોક્સ ઓફિસ પર આ ફિલ્મ એ સારી એવી કમાણી કરી છે.
એવામાં મેલબર્ન માં સ્કીનિંગ ના સમયે અભિનેતાની એક ફેંસ એ તેમણે પ્રપોઝ કર્યું હતું. ફિમેલ ફેંસ એ તેમણે લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. આ ઇવેન્ટમાં કાર્તિક ની સાથે એક સવાલ જવાબ નો સેશન ગોઠવવામાં આવ્યો હતો. જેમાં લોકો અભિનેતા ને સવાલો પૂછી રહ્યા હતા ત્યારે એક છોકરી પાસે માઇક આવે છે તો તે કાર્તિક આર્યન ને પૂછે છે.
કે હું જાણું છું કે મને ફરીવાર આ સવાલ પૂછવાનો અવસર નહીં મલે પરંતુ શું તમે મારી સાથે લગ્ન કરશો? આ છોકરીના પ્રપોઝ પહેલા કાર્તિક આર્યન દરેક ના સવાલોને બહુ જ ધ્યાનથી સાંભળતા નજર આવી રહ્યા છે પરંતુ જેવી આ ફિમેલ ફેંસ અભિનેતાને પ્રપોઝ કરે છે કે તે સાંભળીને કાર્તિક આર્યન બહુ જ શરમાઇ જાય છે અને શરમાઈને હસવા લાગી જાય છે ત્યાં જ બાકીનું ઓડિયન્સ આ છોકરીના આ સવાલ ને ચીયર્સ કરતાં જોવા મળી જાય છે. જોકે આના સિવાય કોઈ પણ ફેંસ ને અભિનેતાએ તેમના તમામ સવાલોના જવાબ આપ્યા હતા.
View this post on Instagram