India

એક સિગારેટ આપણને અને આપણા પરિવાર માત્ર એક જ સેકંડ મા બરબાદ કરી શકે છે. જે આપણને આ વિડીયો મા જોવા મળે છે..

Spread the love

આજકાલની યુવા પેઢી અમુક અમુક ગેરમાર્ગે દોરી જતા હોય છે. આજની યુવા પેઢી અમુક એવા વ્યસનને ચડી જતા હોય છે. કે તેને તે રસ્તે થી પાછા વળવામાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. આજકાલની યુવા પેઢી દારૂ, સિગારેટ, ડ્રગ્સ વગેરે જેવા અનેક એવા વ્યસન કરતા નજરે ચડે છે. આ કુટેવ તેને છોડવી ત્યારબાદ ઘણી અઘરી પડી જતી હોય છે. એકવાર વ્યસન શરૂ કર્યા બાદ તે લોકો તેને સહેલાઈથી છોડી શકતા હોતા નથી.

અને જ્યારે જીવનમાં એક એવો તબક્કો આવે છે કે, જ્યારે તેમને ઘર પરિવાર અને પોતાનો શરીર પણ ગુમાવવાનો વારો આવતો હોય છે. હાલ એવો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જો તમે સિગારેટ પીતા હોય તો થઈ જજો સાવધાન. સિગારેટ પીવાથી વ્યક્તિના ફેફસાને શ્વાસને શ્વાસનળી જેવા અંગોને તો ખાસ નુકસાન થતું જ હોય છે. તમાકુ, બીડી, સિગારેટ વગેરે લેવાથી આપણું શરીર પણ ખોખલુ થઈ જતું હોય છે. અને લાંબા ગાળે આપણને કેન્સર જેવી બીમારી થતી હોય છે.

પરંતુ હાલ જે સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તે કંઈક અલગ જ છે વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવાન સિગારેટ પીતો પીતો રસ્તા પર ફૂટપાથ પર આવે છે. ફૂટપાથ પર આવ્યા બાદ તે એક ફૂટપાથ પરના છિદ્રમાં સળગતી સિગારેટ નાખે છે. જેવી તે છિદ્રમાં સળગતી સિગારેટના છે નાખે છે કે, અચાનક તેમાંથી એક મોટો ધડાકો થાય છે. જાણે કે કોઈએ બોમ્બ મૂકીને ધડાકો કર્યો હોય તેવો ધડાકો થાય છે..જુઓ વિડિયો.

આનું કારણ જાણવા મળ્યું કે જે છિદ્રમાં તે યુવાને સિગારેટ નાખી હતી. તેમાં નીચે ગેસ ની લાઈન અથવા તો એવો કોઈ ગેસ ના સંપર્કમાં સિગારેટ આવવાથી તેમાં ખૂબ જ મોટો ધડાકો થયો હતો. અને ઘડીક તો એવું લાગે કે યુવાન મૃત્યુ જ પામ્યો છે. પરંતુ વીડિયોમાં જોઈ શકાય છે કે યુવાન ધીમે ધીમે સરકતો સરકતો પોતાને સંભાળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ વિડીયો ટ્વીટર હેન્ડલ પર શેર કરવામાં આવી રહ્યો છે. અને લાખો લોકો જોઈ ચૂક્યા છે. લોકો આમાં અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. અને લોકોને સિગારેટ ન પીવાની પણ કોમેન્ટો કરતા નજરે ચડે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *