પુત્ર નું અવસાન થતા એક પિતા એ ૩૫-વર્ષીય યુવાન ને લીધો દતક. વિધવા પુત્રવધુ અને બે પૌત્ર ની જવાબદારી..
આપણા સમાજ મા ઘણા એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે જેને સંભાળીને આપણને ગર્વ થાય છે. ઘણીવાર લોકો નાના નિરાધાર બાળકો ને દતક લેતા હોય છે. તો ઘણા લોકો એવા બાળકો ને આજીવન પોતાના ખર્ચે આજીવન જવાબદારીઓ સંભાળતા હોય છે. હાલ એક સુંદર કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પરિવાર ના પુત્ર નું અવસાન થતા પુત્ર ની પત્ની અને બે પૌત્ર ને તો પોતાની પાસે રાખ્યા જ. પરંતુ પુત્રવધુ ના લગ્ન બીજા યુવાન સાથે કરાવ્યા અને જે યુવાન સાથે લગ્ન કરાવ્યા તેને દતક લઇ લીધો.
વધુ વિગતે જાણીએ તો, કડવા પાટીદાર સમાજ ના વ્યક્તિ ઈશ્વરભાઈ ભિમાણી કે જે કરછ જિલા ના વરજડી ગામે રહે છે. તેમના પરિવાર મા તેમના પત્ની માલતીબહેન, પુત્ર સચિન પૌત્ર ધ્યાન અને અંશ છે. જાણવા મળ્યું કે, ઈશ્વરભાઈ ભીમાણી નો પુત્ર સચિન કે જે પોતાના ઘરમાં આવેલા તબેલામાં ઇલેક્ટ્રોનિક મશીનથી ગાયો દોહતો હતો. ત્યારે અચાનક તેને વિજ કરંટ લાગ્યો અને તેનું મૃત્યુ નીપજ્યું હતું.
ઈશ્વરભાઈ અને તેમના પરિવાર માટે તે સમયે મહામુસીબત આવી પડી હતી. અને પરિવાર સાવ નિરાધાર થઈ ગયો હતો. એવામાં ઇશ્વરભાઇ પોતાની પુત્રવધુ મિત્તલના લગ્ન ફરી કરવાનો નિર્ણય લીધો. અને આ બાબતે તેણે એવો નિર્ણય કર્યો કે સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના કંપા ગામે રહેતા ₹35 વર્ષના યોગેશભાઈ છાભૈયા ના દત્તક લીધો. અને પોતાની વિધવા પુત્રવધુ સાથે લગ્ન કરાવ્યા. આમ પોતાની પુત્રવધુ ની ચિંતા કરતા તેને કોઈ અન્ય ના દીકરાને દત્તક લીધો અને તેની સાથે પોતાની પૌત્રવધુ ના લગ્ન કરાવીને પોતાની પૌત્રવધુનું જીવન ફરી વસાવી દીધું હતું.
પોતાના પુત્ર સચિનના મૃત્યુ બાદ યોગેશ નામના પુત્રને દત્તક લઈને પોતાની પુત્રવધુ સાથે લગ્ન કરાવ્યા. યોગેશ કહે છે કે તે તેની પત્ની મિત્તલને કોઈ કમી રહેવા નહીં દે. તે તેના દરેક સપના પૂરા કરશે. અને મીતલના બાળકોને પણ એક પિતાનો પ્યાર આપશે. પૌત્રવધુ એ આ બાબતે કહ્યું કે મારી તો અહીંથી જવાની ઈચ્છા જ નથી. પણ જો જઈશ તો બંને દીકરાને લઈને જ જઈશ. તેના પપ્પા મૂકીને ગયા છે. હું મૂકીને જઈશ નહીં. ઈશ્વરભાઈએ કહ્યું અમારે દીકરો તો જોઈએ જ ગમે તે કરો. જે પછી ઈશ્વરભાઈના સાઢુભાઈએ આવો રસ્તો ઈશ્વરભાઈ ને બતાવ્યો હતો.
અને યોગેશભાઈ ને દત્તક લઈને તેની પૌત્રવધુ ના લગ્ન તેમની સાથે કરાવ્યા હતા. જેમાં ઈશ્વરભાઈ એ યોગેશ ને કહ્યું કે તારે તારું ઘર કામ બધું મૂકીને અહીંયા અમારી સાથે રહેવા આવું પડશે. યોગેશ એ પોતાનું ઘર કામ બધું મૂકીને હાલ ઈશ્વરભાઈ ના ઘરે રહેવા આવી ગયો હતો. આમ ઇશ્વરભાઇએ એક સુંદર ઉદાહરણ સમાજ માટે પૂરું પાડ્યું છે. આવા અનેક લોકો આપણા સમાજમાં જોવા મળતા હોય છે. જે કાબિલે તારીફ કામ કરતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!