Gujarat

લાચાર પિતા એ પુત્ર-પુત્રવધુ અને બે પૌત્ર ને ખોયા. વિદેશ જતા લોકો આ લાચાર પિતા ની વાત જરૂર વાંચજો. દેખાદેખી મા..

Spread the love

આપણા ગુજરાતી લોકો આજકાલ વિદેશ ની વાટે ખુબ જ જવા ઉમટી પડ્યા છે. આજકાલ ના લોકો ને એવું તે શું થઇ ગયું છે કે, તે લોકો ને અહી કામ મળતું હોય છતાં પણ વિદેશ ની વાટ પકડી લેતા હોય છે. પણ ત્યાં જઈ ને લોકો કઈ ખાસ કામ કરતા હોતા નથી. માત્ર મજુરી કરતા હોય છે. આ વાત એક પિતા એ તેના મોઢે થી કહી છે. એક પિતા એ તેનો પુત્ર, પુત્રવધુ અને બે પૌત્ર ને ગુમાવ્યા છે. જેણે વિદેશ ની રાહ પકડી હતી.

વધુ વિગતે જાણીએ તો થોડા સમય પહેલા જ ચાર પટેલ સમાજ ના દીકરા કેનેડા માંથી ગેરકાયદેસર રીતે અમેરિકા મા ઘુસતા પકડાયા હતા. એવામાં ફરી એક એવો પરિવાર કે જે કેનેડા થી ગેરકાયદેસર રીતે અમેરિકા મા દાખલ થતો હતો અને તે મૃત્યુ ને ભેટ્યો હતો. પોતાના પરિવાર ને મૃત્યુ ને ભેટતા જોનાર ડિંગુચા ગામ મા રહેનાર બળદેવભાઈ પટેલે આ બાબતે વધુ વાત કરી હતી. બળદેવભાઈ નો પુત્ર સાથે તેનો પરિવાર ઠંડી ના લીધે અમેરિકા મા દાખલ થતા સમયે મૃત્યુ ને ભેટ્યો હતો.

બળદેવભાઈ પટેલ જણાવે છે કે, અહી કામ છે પણ લોકો ને અહી પોતાના ગામમાં કામ કરવું પસંદ નથી. લોકો દેખાદેખી મા વિદશ ની વાટ પકડે છે. બળદેવભાઈ કહે છે કે, લોકો અમેરિકા મા મજુરી કામ કરતા હોય છે. અને જયારે ભારત મા પોતાના ગામ આવે છે ત્યારે મોટા બીઝનેસમેન હોય તેવી રીતે આવે છે. જેને જોઈ ને અન્ય લોકો નું પણ મન વલોવાય છે અને તે લોકો પણ વિદેશ ની વાટ પકડે છે. તે કહે છે કે, આવી જ રીતે તેમનો પુત્ર જગદીશભાઈ વિદેશ જવા ભરમાય ગયો હતો. અને અંતે તેને મોત મળ્યું.

બળદેવભાઈ કહે છે કે, તેમના પુત્ર જગદીશભાઇ એ મિકેનિકલ એન્જિનિયરિંગ કરેલું હતું અને તેમનાં પત્ની ગ્રેજ્યુએટ થયેલાં હતાં. તેમને નોકરીની બહુ જરૂર હતી જ નહીં. થોડો સમય તેમણે ગાંધીનગર કોલેજમાં નોકરી કરી હતી. મારે ખેતી એટલો મોટી છે કે મારે ખુદને માણસની જરૂર હોય છે. એ મોટા ભાગે મારી સાથે જ રહેતો હતો. તે કહે છે કે, અમેરિકાથી દર છ મહિને એક ભાઈ અમારા ગામમાં આવે છે અને મોટી મોટી વાત કરતા હોય છે. તેના ત્યાં લોકો જાય છે. એ ત્યાં લોકોને રાખે છે અને કામ પણ આપે છે. અહીંથી જતા લોકો પાસે મજૂરી કરાવીને પગાર આપવામાં ગલ્લા-તલ્લા કરે છે.

પછી અમુક મહિનાઓ પછી કામ પર રાખેલા છોકરાઓને અવનવાં બહાનાં બનાવી પગાર આપવામાં ધાંધિયા કરે છે અને છેવટે કંટાળીને તે યુવાન નોકરી છોડીને ભાગી જાય છે. લાચાર પિતા એ કહ્યું કે તેના પુત્ર એ તેની પાસે વિદેશ જવા પરમીશન માંગી. તેણે કહ્યું પપ્પા હું વિદેશ બાળકો નું ભાવી બનાવવા જાવ છુ. બળદેવભાઈ કહે છે કે, પુત્ર જગદીશભાઈ ૩૬-વર્ષ ના તેમને ના પણ કેમ પાડવી. પિતા એ તેના પુત્ર ને કહ્યું તને ઠીક લાગે એમ કર.

જયારે જગદીશભાઈ ના મૃત્યુ ની ઘટના બની ત્યારે બળદેવભાઈ અને તેમનો પરિવાર કેનેડા એરપોર્ટ પર અંતિમ વિધિ મા પહોચ્યા હતા. પરંતુ તેમના પરિવાર ના લોકો ને એરપોર્ટ પરથી બહાર જ ન આવવા દીધા. અંતે નેડા મા વસતા પિતરાઈ ભાઈ એ અંતિમ વિધિ પૂરી કરી હતી. બળદેવભાઈ હાલમાં પત્ની મધુબેન, મોટા દીકરા મહેન્દ્ર અને તેના પરિવાર સાથે ડિંગુચા ખાતે જ રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *