Gujarat

ગુજરાત ના આ 6-IPS જાંબાઝ અધિકારી ને મળશે કેન્દ્ર તરફ થી વિશેષ સન્માન ! અમદાવાદ માં થયેલ બૉમ્બ બ્લાસ્ટ કેસ ની સફળતા માં..

Spread the love

આપણા ભારત દેશમાંથી અવારનવાર એવા એવા કિસ્સાઓ સામે આવતા હોય છે. કે લોકો સાંભળીને હચમચી જતા હોય છે. એટલે કે આખા ભારતમાં એક પ્રવૃત્તિ સામાન્ય બની ચૂકી છે. તે છે આંતકવાદી પ્રવૃત્તિ. આંતકવાદી પ્રવૃત્તિ એવી છે કે જે આંતરરાષ્ટ્રીય સ્તરે થી તેની તૈયારીઓ કરવામાં આવતી હોય છે. એવી જ એક આંતકવાદી પ્રવૃત્તિ આપણા ગુજરાતમાં 26 જુલાઈ 2008ના રોજ બની હતી. કદાચ તો લોકોને ખ્યાલ જ જશે કે 26 જુલાઈ 2008ના દિવસે ગુજરાતના અમદાવાદ સિટીમાં લગભગ 20 જેટલા વિસ્તારોમાં બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા.

આ બોમ્બ બ્લાસ્ટ એટલો બધો ભયંકર હતો કે, જેમાં અનેક લોકોના કરુણ મૃત્યુ થયા હતા. આ બોમ્બ બ્લાસ્ટ માં લગભગ 56 લોકોના મૃત્યુ થયા હતા. તો 200થી વધારે ઘાયલ થયા હતા. અને અમદાવાદમાં થયેલા બોમ્બ બ્લાસ્ટની પ્રવૃત્તિને લઈને આખા દેશમાં આના પડઘા પડ્યા હતા. આ બોમ્બ બ્લાસ્ટમાં અનેક પોલીસ અધિકારીએ દિવસ રાત એક કરીને અનેક આમાં સામે લોકોની ધરપકડ કરી હતી. અને આ બોમ્બ બ્લાસ્ટમાં દોષિતો માટે લગભગ 14 વર્ષ પછી ચુકાદો આવી ગયો છે. અને આ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓને સજા પણ કરવામાં આવેલી છે.

આ બોમ્બ બ્લાસ્ટમાં દિવસ રાત એક કરીને પોતાના પરિવાર અને ઘર છોડીને જે સખત મહેનત કરીને પોલીસ અધિકારીઓએ ગુનેગારોને પકડવામાં પોતાની ફરજ અદા કરી છે. તેવા ગુજરાતના જાંબાજ પોલીસ અધિકારીઓ ને હાલ કેન્દ્ર સરકાર દ્વારા સન્માન કરવામાં આવી રહ્યું છે. જાણવા મળ્યું કે અમદાવાદમાં થયેલા કેસની તપાસ કરનારા આઇપીએસ અધિકારી ગિરીશ સિંઘલ, ઉષા રાડા અને અભય ચુડાસમા નામના અધિકારીનું કેન્દ્ર સરકાર દ્વારા સન્માન કરવામાં આવશે. આ ત્રણ અધિકારી સિવાય અન્ય ત્રણ અધિકારી એવા છે કે જેનું પણ સન્માન કરવામાં આવશે.

આમ ગુજરાતના છ અધિકારી કેન્દ્ર સરકારના સન્માનના હકદાર બન્યા છે. આઇપીએસ અધિકારી ‘અભય ચુડાસમા’ ની વાત કરવામાં આવે તો અભય ચુડાસમા હાલ ગાંધીનગર રેન્જ આઈજી તરીકે ફરજ બચાવી રહ્યા છે. અને તે અમદાવાદ બોમ્બ બ્લાસ્ટની કેસના તપાસમાં જોડાયેલા અધિકારી છે. અને તેની સખત કામગીરીના લીધે આજે આરોપીઓ ને પણ સજા સુધી પહોંચાડવામાં સફળ થયા છે. બીજા આઇપીએસ અધિકારી ‘ગિરીશ સિંઘલ’ ની વાત કરવામાં આવે તો તે હાલમાં કરાઈ પોલીસ એકેડમી ખાતે કમાન્ડો સેન્ટરની જવાબદારી સંભાળી રહ્યા છે. તે પણ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ ની તપાસની સમિતિમાં સામેલ હતા.

ત્યારબાદ આઇપીએસ અધિકારી ‘ઉષા રાડા’ ની વાત કરવામાં આવે તો તે હાલ સુરતમાં ડીસીપી તરીકે ફરજ બજાવી રહ્યા છે. આ સિવાય ગુજરાતના અન્ય ત્રણ અધિકારીઓમાં ‘સાગર બગમા’ર આઈપીએસ અધિકારી કે જેને અમદાવાદ બ્લાસ્ટની કેસની તપાસમાં માત્ર નવ મહિનામાં 80 કરતાં વધુ આરોપીને પકડ્યા હતા. બીજા અધિકાર ‘રાજેન્દ્ર સરવૈયા’ કે જે હાલ સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવે છે. રાજેન્દ્ર સરવૈયા ની વાત કરવામાં આવે તો સુરત શહેરમાં પાંડેસરા વિસ્તારમાં માતા પુત્રી ઉપર બળાત્કાર ગુજારી તેમની હત્યા કરનાર આરોપી ની ધરપકડ કરી તેને સજા સુધી પહોંચાડવા ની કામગીરી બજાવી હતી.

અને આવા અનેક કેસોને ઉકેલવામાં તેને સફળતા મેળવી હોય તેને પણ કેન્દ્ર દ્વારા સન્માનવામાં આવવામાં આવશે. આમ ગુજરાતના ટોટલ છ એવા આઇપીએસ અધિકારી છે કે, જે કેન્દ્રના સન્માનના હકદાર બનશે. અને ગુજરાતનું નામ રોશન કરશે. આ અધિકારીઓની તપાસને ખરેખર સલામ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *