EntertainmentIndia

રક્ષા-બંધન ની ગિફ્ટ ના મળતા એક બહેને એવું નિર્દયી પગલું ભર્યું કે, જોઈ ને લાગશે શોક..જુઓ વિડીયો.

Spread the love

સોશિયલ મીડિયા પર રોજબરોજ અનેક વિડીયો વાયરલ થતા હોય છે. હાલ માં આખા ભારત ભાઈ-બહેન નો રક્ષા બંધન નો પવિત્ર તહેવાર ગયો. રક્ષાબંધનના દિવસે બહેન પોતાના ભાઈની રક્ષા માટે ભાઈના કાંડા ઉપર રાખડી બાંધે છે. આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ બહેનના અનેક રમૂજી વિડીયો વાયરલ થતા હોય છે. ભાઈ બહેન ઘરમાં હોય એટલે એકબીજા સાથે મજાક મસ્તી અથવા તો લડાઈ ઝગડા કરતા જ હોય છે. ક્યારેક તો ભાઈ બહેનની લડાઈથી ઘરવાળા પણ કંટાળી જતા હોય છે.

આખું વર્ષ એકબીજા સાથે લડાઈ ઝઘડા કરીને રક્ષાબંધનના દિવસે ભાઈ બહેન નો પવિત્ર તહેવાર હોય એટલે બહેન ભાઈ ની રક્ષા માટે રાખડી બાંધે છે. ફરી એક વિડિયો ભાઈ બહેનનો થઈ સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે એક નાની બહેન તેના મોટા ભાઈ ઉપર લાત, મૂકો ઢીંકા-પાટુ નો માર મારતી જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, ભાઈ બહેન ની ઉંમર કદાચ પાંચથી દસ વર્ષની હોઈ શકે છે. ભાઈ રૂમમાં બેસેલો હોય છે અને બહેન ત્યાં અચાનક તેની ઉપર તૂટી પડે છે. ધરા ધડ ધડા ધડ તેના મોટા ભાઈને મારવા માંડે છે..જુઓ વિડીયો.

આ વિડીયો એટલો રમુજી છે કે લોકો હસી હસીને બેવડા વળી ગયા હતા. વિડિયો જોયા પછી લોકો પોત પોતાની અનેક પ્રતિક્રિયા આપે છે. કારણકે આ વિડીયો રક્ષાબંધનના દિવસ બાદ વાયરલ થઈ રહ્યો હતો. લોકો કહે છે કે બહેને ભાઈને રાખડી બાંધી હશે પરંતુ ભાઈ તેને કાંઈ ગિફ્ટ અથવા તો પૈસા નહીં આપ્યા હોય. એટલા માટે તે તેની ઉપર તૂટી પડી હશે. આમ પણ ભાઈ બહેન નો પ્રેમ અતુટ પ્રેમ હોય છે. ઘરમાં આખો દિવસ બંને કેટલાય ઝઘડા કરી લે છતાં પણ બંને એકબીજા વગર રહી શકતા હોતા નથી.

આવા અનેક વિડીયો આપણને સોશિયલ મીડિયા પર જોઈ શકાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે પહેલા નાની બેન પોતાના મોટાભાઈને મારે છે. ત્યારબાદ અચાનક જ ભાઈ ઉભો થઈ જાય છે. અને ચાલવા લાગે છે. બહેન તેની પાછળ પાછળ જાય છે. ત્યાં વિડિયો અચાનક પૂરો થઈ જાય છે. એવું લાગે છે કે બહેન ફરી પોતાના ભાઈને મારવા તેની પાછળ પાછળ ગઈ હશે. આ રમુજી વિડિયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ વીડિયોને ટ્વીટર હેન્ડલના એકાઉન્ટ પર શેર કરવામાં આવેલો છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *