મત મેળવવાની અનોખી રીત ! યુવાનો છોકરીઓ ના પગે પડ્યા બે-હાથ સાથે માથું જોડી સાક્ષાત દંડવત પ્રણામ કર્યા..વિડીયો.
હાલ થોડા મહિના બાદ આપણા ગુજરાતમાં પણ ચૂંટણી થવા જઈ રહી છે. બધા જ પક્ષના લોકો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. એવામાં રાજસ્થાન થી એક ફની વિડીયો સામે આવ્યો છે. જેમાં રાજસ્થાનમાં આવેલી કોલેજ ની છાત્ર સંઘની ચૂંટણી હોય જેમાં પોતાના પક્ષને જીતાડવા માટે યુવાનો દ્વારા જે હરકત કરવામાં આવી છે. તે જોઈને તમે પણ હસી હસીને બેવડા વળી જશો. જાણવા મળ્યું કે રાજસ્થાનમાં બે વર્ષ પછી છાત્ર સંઘની ચૂંટણી થઈ રહી છે.
જેમાં શનિવારે સવારે મત ગણતરી શરૂ થશે. અને બપોર સુધીમાં કયો પક્ષ વિજેતા જાહેર થયો. તે પણ જાણી શકાશે. રાજસ્થાનના ભરતપુર અને ધોલપુર માં ચૂંટણી દરમિયાન ના થોડા વિડીયો વાયરલ થયા હતા. જેમાં અમુક વિદ્યાર્થી પક્ષના નેતા પોતાના પક્ષને જીતાડવા માટે મત દેવા આવી રહેલી છોકરીઓના પગ પકડીને તેની આડા સૂઇને તેને બે હાથ અને માથું જોડીને સાક્ષાત દંડવત પ્રણામ કરીને પોતાના પક્ષ ને મત આપવા જણાવી રહ્યા હતા. આ છોકરાઓ જ્યાં સુધી છોકરીઓ ન પાડે અને તેને આશ્વાસન ન દે કે અમે તમારા પક્ષને મત આપીશું ત્યાં સુધી તે લોકોને આગળ પણ જવા દેતા ન હતા.જુઓ વિડીયો.
राजस्थान के भरतपुर में छात्रसंघ चुनाव के दौरान अजब नजारा देखने को मिला। छात्र संघ चुनाव में वोट लेने के लिए लड़कियों के पैर पकड़ कर गुहार लगाते दिखे प्रत्याशी, सड़क पर दंडवत प्रणाम कर छात्र-छात्राओं के हाथ जोड़कर पैर पकड़ कर वोट मांगते रहे।
Rajasthan Students Union Election 2022 pic.twitter.com/6JWjxqUlZT— Vishwanath Saini 🇮🇳 (@SainiVishwanath) August 26, 2022
જાણવા મળ્યું કે આ છાત્ર સંઘની ચૂંટણીમાં 20770 જેટલા વિદ્યાર્થીઓ પોતાનો મત આપવા જઈ રહ્યા હતા. આથી રાજસ્થાન સરકાર પણ એલર્ટ મોડમાં હતી. જિલ્લામાં 12 કોલેજ આવેલી છે. જ્યાં છાત્ર સંઘની ચૂંટણી યોજાવવા જઈ રહી હતી. આ ચૂંટણીમાં મહારાજા સુરજમલ બ્રજ યુનિવર્સિટી થી એબીપીના કાર્યકર્તા હિતેશ ફોજદાર એનએસયુઆઈ ના કાર્યકર્તા પુષ્પેન્દ્ર અને નિર્દલીય રાહુલ શર્મા પોતાનું નસીબ અજમાવવા જઈ રહ્યા હતા. શ્રી જયા કોલેજ થી એબીપીના અધ્યક્ષ પદે પવન ચિકસા ના પોતાનું નસીબ અજમાવવા જઈ રહ્યા હતા. અને એન એસ યુ આઈમાંથી ફોજદારે પોતાનું નામ નોંધાવ્યું હતું.
આ બાબતે કાયદો અને વ્યવસ્થા ન બગડે તે માટે 900 જવાન, ત્રણ એસપી સાથે સાત ડેપ્યુટી એસપી અને સાથોસાથ એસડીઆરએફ અને આરએસસીની કંપનીઓને ખડે પગે તહેનાત રાખવામાં આવી હતી. એ એસપી ચંદ્રપ્રકાશ શર્માએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે કાયદો અને વ્યવસ્થા ન બગડે તે માટે સારી એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ ચૂંટણી સંઘની ચૂંટણીમાં 12 જેટલા મતદાન કેન્દ્ર ઊભા કરવામાં આવેલા છે. જેમાં યુવા વિદ્યાર્થીઓ પોતાનું મત આપીને પોતાના મનપસંદ યુવાન નેતાને જીતાડવાની કોશિશ કરશે. આ વિડીયો જોઈને લોકો પણ પેટ પકડીને હસવા લાગ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!