લખનઉ- કોન્સ્ટેબલ ની ફરજ બજાવનાર મહિલા નુ એકસિડેન્ટ મા કમકમાટી ભર્યું મોત.
એકસિડેન્ટ ના કિસ્સાઓ ખુબ જ વધારે પ્રમાણ મા બનતા હોય છે. અને જેમાં કોઈ નિર્દોષ વ્યક્તિ એ જીવ ગુમાવવાનો વારો આવે છે. કારો કે ગાડી ની સ્પીડ એટલી બધી હોય છે કે ક્યારેક કોઈનું મૃત્યુ ઘટના સ્થળે જ થઈ જાય છે. એવી જ એક દુર્ઘટના લખનૌ ની સામે આવી છે.
લખનઉના હનુમાન સેતુ પાસે અકસ્માતમાં બાઇક અથડાતા જાનકીપુરમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનાર મહિલા કોન્સ્ટેબલ માલા શુક્લા નું સારવાર દરમિયાન મોત થયું હતું. ઈન્સ્પેક્ટર દિનેશ કુમાર મિશ્રાના જણાવ્યા અનુસાર, 2016 બેચના કોન્સ્ટેબલ છે. માલા શુકલા કોન્સ્ટેબલે ની ફરજ એક કોર્ટ માં હાલમાં બજાવતા હતા. તેના પતિ સંદીપ પાંડે એરફોર્સમાં કામ કરે છે અને ગુવાહાટીમાં પોસ્ટેડ છે. તેમની હાલમાં વેડિંગ એનિવર્સરી ની વર્ષગાંઠ હોય તેને સેલિબ્રસન કરવા માટે માલા એરપોર્ટ જય રહી હતી અને ત્યાંથી ગોવાહાટી મા જવાની હતી.
માલા તેના દિયર સાથે બાઈક લઇ ને એરપોર્ટ જતી હતી તે દરમિયાન એક કાર પાછળ થી આવીને તેની બાઈક ને ટક્કર મારી દેતા માલા શુકલા ને ઈજા થઈ હતી બાદ માં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જે દરમિયાન ત્યાં તેનું મોત થયું હતું. તેના દિયર ને સામાન્ય ઈજાઓ થવા પામી હતી.જે કાર વડે ટક્કર થાય હતી તે કારચાલાક ત્યારથી નાસી ગયો હતો.
માલા ના પરિવાર દ્વારા આ બાબતે ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા જુદા જુદા વિસ્તાર ના સીસીટીવી કેમેરા ના રેકોર્ડ જોઈ ને કારચાલાક ની શોધખોળ શરુ કરી હતી.