India

મધપ્રદેશ- ડ્રાયવર ની નોકરી કરતા પિતા ની પુત્રી એ સિવિલ જજ ની પરીક્ષા પાસ કરી. સમાજ માટે દ્રષ્ટાંત.

Spread the love

ભારત મા અભ્યાસ કરતા વિધ્યારથીઓ માં દરેક નું સપનું ઊંચું હોય છે. સૌઉ કોઈ ને ઊંચું પદ મળે તેવું સપનું દરેક વિદ્યાર્ર્થીઓનું હોય છે. ખાસ એમાં ગરીબ ઘરના દીકરી કે દીકરીઓ જ્યારે પાસ થતા હોય છે ત્યારે તેનો આનંદ જ કઈ અલગ હોય છે. એવી જ એક દીકરી કે જેના પિતા જજ ના ડ્રાયવર છે અને તે ડ્રાયવર ની પુત્રી એ સિવિલ જજ વર્ગ 2 ની પરીક્ષા પાસ કરીને એક સમાજ માં દાખલો બેસાડી દીધો.

મધ્યપ્રદેશ ના નિમચ ગામમાં થી હાઈકોર્ટ સિવિલ જજ વર્ગ-2 ની પરીક્ષા બે દીકરીઓ એ પાસ કરી છે. જેમાં નીમચની બે દીકરીઓને સફળતા મળી છે. તેમાંથી એક, જાવદ, સિવિલ જજના ડ્રાઇવરની પુત્રી છે જેણે પહેલા જ પ્રયાસમાં પરીક્ષા પાસ કરી છે.અને બીજી દીકરી કે જેના પિતા પુસ્તક વિક્રેતા જીતેન્દ્રની પુત્રી દુર્ગાએ બીજા પ્રયાસમાં આ સફળતા મેળવી છે.

બને દીકરીઓ સામાન્ય ઘર ન હોવા છતાં દેશ ની ખુબ જ અઘરી પરીક્ષા પાસ કરી છે. તેણે ઓલ ઈન્ડિયા લેવલમાં 7મો રેન્ક મેળવ્યો. સાદા પરિવારમાંથી ઉછરીને આ પદ હાંસલ કરવું એ એક આનન્દ ની વાત છે, બંને એ સખત મહેનત અને સમર્પણથી પરીક્ષા પાસ કરી. ખાસ વાત એ છે કે બંને દીકરીઓએ તેમની સફળતાનો શ્રેય તેમના માતા-પિતાની પ્રેરણા, મહેનત અને સમર્પણને આપ્યો છે.

હકીકતમાં, રાજ્યભરની અદાલતોમાં 252 ખાલી જગ્યાઓ માટેની લેખિત પરીક્ષા માર્ચ મહિનામાં યોજાઈ હતી, જેમાં દેશભરમાંથી 350 ઉમેદવારોએ ભાગ લીધો હતો. જેમાં નીમચ શહેરની બે દીકરીઓની પણ પસંદગી કરવામાં આવી હતી. જેમાં વંશિતા ગુપ્તા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ન્યાય વિભાગના નાના પગારના કર્મચારી (ડ્રાઈવર) અરવિંદ ગુપ્તાની પુત્રી છે. વંશિતા પ્રથમ પ્રયાસમાં જ સિવિલ જજ બની હતી, જેને રાજ્યમાં સાતમો રેન્ક મળ્યો છે. અને વધુંમાં તેણે કહ્યું હતું કે હજુ તે આગળ પણ અભ્યાસ શરુ રખશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *