ભાવનગર નો યુવાન હાથી પર સવાર થઇ આવ્યો પરણવા આ સાથે 50-લક્સરીયસ ગાડીઓ નો કાફલો, જુઓ ખાસ તસવીરો.
હાલમાં લગ્નનો માહોલ ખૂબ જ જોરશોરથી ચાલી રહ્યો છે. લોકો અવનવી રીતે લગ્ન કરતા હોય છે. આજકાલ એવા એવા લગ્નના ફોટાઓ સામે આવતા હોય છે કે જેને જોઈને લોકો આશ્ચર્ય માં પડી જતા હોય છે. થોડા સમય પહેલા સુરતના પૂર્વ કોર્પોરેટરના પુત્ર ના લગ્ન થયા હતા.
જેમાં મોંઘી દાટ લકચરિયસ ગાડીઓનો કાફલો વરઘોડામાં સામેલ થયો હતો. એવા જ એક લગ્ન ભાવનગર શહેરમાંથી સામે આવ્યા છે. ભાવનગર શહેરમાં રેલ્વે સ્ટેશન પાસે રહેતા રમેશભાઈ સાવલિયા ના પુત્ર કુલદીપ ના લગ્ન નું આયોજન કરવામાં આવ્યું હતું. વરરાજા કુલદીપ ના લગ્ન બોટાદ જિલ્લાના ગઢડા માં રહેતા યોગેશભાઈના પુત્રી વૈશાલી સાથે થયા હતા.
કુલદીપ ના વરઘોડાને ભવ્ય રીતે હાથીની અંબાડી ઉપર નીકાળવામાં આવ્યો હતો. જેમાં વરરાજા પોતે હાથીની અંબાડી ઉપર સવાર થઈને આગળ ચાલી રહ્યા હતા અને ડીજેના સથવારા સાથે અનેક ગાડીઓનો કાફલો હાથીની પાછળ આવી રહ્યો હતો. લગભગ 50 જેટલી ગાડી નો કાફલો વરઘોડામાં સામેલ થયો હતો.
અનેક લક્ઝરીયસ ગાડીઓના કાફલા ને જોઈને જોવા વાળા પણ દંગ રહી ગયા હતા. તો વરરાજા કુલદીપ પોતે હાથીની અંબાડી ઉપર સવાર થઈને લોકો ઉપર નોટોનો વરસાદ કરી રહ્યા હતા. આવો નજારો જોઈને લોકો પણ આશ્ચર્યચકિતમાં થઈ ચૂક્યા હતા. લોકો આ તસવીરોને ખૂબ જ લાઈક અને શેર કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!