હાઈ સ્પીડ ટ્રકે બાઈક સવાર કાકા ભત્રીજા નો જે હાલ કર્યો જાણીને દુઃખ થશે! જેમાં કાકા નું….
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં દેશ અને રાજ્યમાં અકસ્માત ને લાગતા બનાવો માં ધરખમ વધારો થઈ રહ્યો છે કે જ્યાં વાહન ચાલાક ની ભુલ અને બેદરકારી ને કારણે અનેક લોકોને પોતાના જીવ ગુમાવવા પડે છે. જ્યારે પણ આપણે ફોન કે છાપુ જોઈએ ત્યારે અકસ્માત ને લાગતો એકાદ બનાવ તો સામે આવેજ છે દેશમાં અકસ્માત ને લઈને થતાં મૃત્યુ દરમા પણ વધારો થઈ રહ્યો છે.
અકસ્માત ને રોકવા માટે અનેક પ્રયત્ન કરવા છતાં પણ અકસ્માત ની સંખ્યા માં કોઈ ઘટાડો જોવા મળતો નથી. હાલમાં ફરી એક વખત આવોજ ગંભીર અકસ્માત સામે આવ્યો છે જ્યાં ટ્રક ચાલાકની ભૂલ ને કારણે એક કાકા ભત્રીજા ને ઘણી ભારે પડી છે. જ્યાં હાઈ સ્પીડ ટ્રકે બાઈક ને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો જેમાં કાકાનુ ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે ભત્રિજા ને ગંભીર ઈજા થઈ હતી.
જો વાત આ ગંભીર અકસ્માત અંગે કરીએ તો અક્સ્માત વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના સિદ્ધપુર ગામ પાસે સર્જાયો છે. જો વાત અકસ્માત નો ભોગ બનેલા વ્યક્તિ વિશે વાત કરીએ તો અહીં સ્કૂટર સવાર કાકા ભત્રીજા ને ટ્રકે ટક્કર મારી છે આ કાકા ભત્રીજા ડભોઇ તાલુકાના ચણવાડા ગામના રહેવાસી હતા. અકસ્માત ના કારણે કાકા સુનિલ વણકરનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું જ્યારે ભત્રીજા ને ગંભીર ઈજા થતાં તેમને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા.
જો વાત આ કાકા ભત્રીજા અંગે કરીએ તો સુનિલ નગીનભાઇ વણકર ભત્રીજાને લઈ ડભોઇ ખરીદી કરવા માટે નીકળ્યો હતો. આ દરમિયાન ડભોઇ તાલુકાના સિદ્ધપુર અને ધરમપુરી ગામ વચ્ચે પાછળથી જૂની માંગરોળ તરફથી આવતી રેતી ભરેલા ટ્રકે તેમને ટક્કર મારી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!