Gujarat

સોમનાથ મંદિરે દર્શન અર્થે જઈ રહેલા પરીવાર ને અકસ્માત નડ્યો, જેમા ડ્રાઈવર સહીત પિતા અને પુત્રને….

Spread the love

મિત્રો આપણે અવાર નવાર અનેક અકસમાતો અંગે ના કિસ્સાઓ જોતા અને સાંભળતા હોઈએ છીએ. આપણે સૌ જાણીએ છીએ તેમ છેલ્લા થોડા સમય થી દેશ અને રાજ્યમાં અકસ્માત ના કિસ્સામાં વધારો જોવા મળ્યો છે આવા અકસ્માતો માં અનેક લોકો ને ઇજા પહોંચે છે જયારે ઘણા લોકો ને પોતાનો જીવ પણ ગુમાવવો પડે છે. આવા અકસ્માત એક અથવા બને વ્યક્તિઓ ની ભૂલ અથવાતો ગેર સમજ ના કારણે સર્જાઈ છે. પરંતુ ઘણી વાર વ્યક્તિની પોતાની ભૂલ ના કારણે પણ ઘણા અકસ્માતો સર્જાઈ છે.

આપણે અહીં એક એવાજ અકસ્માત અંગે વાત કરવાની છે. કે જ્યાં ડ્રાઈવર ની સ્ટેરીંગ પરથી કાબુ છૂટતા અકસ્માત સર્જાયો હતો, આ અકસ્માત જૂનાગઢ જિલ્લના કેશોદ શહેર નજીક આવેલા મંગલપુર બાયપાસ ચોકડી પાસે સર્જાયો હતો. તો ચાલો આ અકસ્માત અંગે વધુ માહિતી મેળવીએ. મળતી માહિતી મુજબ નવસારીનો એક પરિવાર સૌરાષ્ટ્ર ના વિવિધ યાત્રા ધામોના દર્શન કરવા માટે નીકળ્યો હતો. તેવા સમયે શનિવારના રોજ આ પરિવાર બપોર વેળાએ સોમનાથ ભગવાન મહાદેવના દર્શન કરવા માટે વેરાવળ તરફ આગળ વધી રહ્યો હતો.

તેઓ આવા વિવિધ યાત્રા ધામો ના દર્શન માટે એક ઇનોવા ગાડીમાં સવાર હતા. આ ગાડીમાં સાત લોકો સવાર હતા. ત્યારે બપોરના 3 વાગ્યા ના સમયે આ ગાડી જૂનાગઢ જિલ્લા ના કેશોદ શહેર પાસે આવેલા મંગલપુર બાયપાસ ચોકડીએ પહોંચી હતી. ત્યાં જાણે કાળ આ ગાડી ની રાહ જોઈને બેઠો હોઈ તેમ અહીં પહોંચ્તાજ ગાડીના ડ્રાઈવર નો ગાડીના સ્ટેરીંગ પરથી નિયંત્રણ ગુમાવી દીધો જેને કારણે આ ગાડી પલ્ટી ખાઈ ગઈ.

ગાડીના પલટી ખાવાથી આ ગાડીમાં સવાર લોકો પૈકી ડ્રાઈવર અને ગાડીમાં સવાર પિતા અને પુત્ર નું ઇજાના કારણે ઘટના સ્થળેજ મૃત્યુ નીપજ્યું હતું જયારે ગાડીમાં બેઠેલા અન્ય લોકો ને ઇજા થઇ હતી અકસ્માત સર્જાતા આસપાસ ના લોકો અહીં દોડી આવ્યા અને આવા ઇજાગ્રસ્ત લોકો ને સારવાર માટે પહેલા કેશોદ ની સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા ત્યાર બાદ તેઓને જૂનાગઢ મોકલવામાં આવ્યા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *