તારક મહેતા એ શો ને અલવિદા કહ્યા બાદ, શું ટપુ પણ હવે શો નો હિસ્સો નહીં રહે? એવી વાત જાણવા મળી કે…
આખા ભારત માં કોમેડી સિરિયલ માં સૌથી પ્રિય સિરિયલ લોકો ની જો કોઈ હોય તો તે છે ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. આ ટીવી સિરિયલ લોકો ના ઘરે ઘરે પ્રચલિત છે. લોકો આ ટીવી સિરિયલ ને ઘણી જ પસંદ કરતા હોય છે. આ સિરિયલ આવતા ની સાથે જ લોકો હસી હસી ને બેવડા વળી જતા હોય છે. અને આમાં આવતા કલાકારો પણ એવી કોમેડી કરતા હોય છે કે, લોકો ને પેટ પકડીને હસવું પડે છે. આ સિરિયલ માત્ર કોમેડી માટે જ નહીં પરંતુ, સમાજ માં ઘણા બધા પ્રશ્નો સામાન્ય લોકો ને હોય તે સિરિયલ મારફતે ઉજાગર કરતા હોય છે.
પરંતુ, આ સિરિયલ માં જે જુના કલાકારો રોલ ભજવતા તે બધા કલાકારો એક પછી એક ટીવી સિરિયલ છોડી રહ્યા છે. તાજેતર માં જ તારક મહેતા નું પાત્ર ભજવતા એવા કલાકાર શૈલેષ લોઢા એ સિરિયલ છોડી દીધી છે. અને હવે લોકો ના મોઢે એવી વાતો સંભળાય છે કે ટપુ નું પાત્ર ભજવનાર રાજ અનડકટ પણ ટીવી સિરિયલ ને અલવિદા કહી રહ્યો છે.
જોકે આ બાબતે શો વાળા એ સ્પષ્ટ જાહેરાત કરી નથી કે પછી રાજ અનડકટ દ્વારા આ વાત નો ખુલાસો કરવામાં આવ્યો નથી. આ વાત નું કારણ એક જ છે કે, છેલ્લા તાજેતર ના ઘણા એપિસોડ માં ટપુ જોવા મળતો નથી. એટલા માટે લોકો ને લાગી રહ્યું છે કે, ટપુ પણ હવે સિરિયલ માંથી વિદાય લઇ રહ્યો છે. હવે આ બાબતે તો આગળ જ ખબર પડે કે આ વાત માં કેટલી સત્યતા છે.
શૈલેશ લોઢા પહેલા દયાબેન નું પાત્ર ભજવનાર દિશા વાકાણી નું પણ સિરિયલ માં આવું મુશ્કિલ લાગી રહ્યું છે. ખુદ શો વાળા એ કહ્યું કે, જલ્દી થી દયાબેન ના પાત્ર માટે નવા કલાકાર એન્ટ્રી કરશે. હવે જોવાનું રહ્યું કે, દયાબેન ની એંટ્રી ક્યારે શો માં થશે. આ ઉપરાંત જુના કેટલાક ઘણા કાલાકાર આ ટીવી સિરિયલ છોડી ને ચાલ્યા ગયા છે. જેમાં સોઢી, સોનુ, બાવરી અને અંજલિ ભાભી વગેરે શો છોડી ને ચાલ્યા ગયા છે. હવે જોવાનું રહ્યું કે, શું ટપુ પણ શો નો હિસ્સો નહિ રહે?
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!