Gujarat

સુરજ ભુવા ના માતા-પિતા એ ન્યુઝ પેપર માં આપી જાહેર નોટિસ કહ્યું કે, આજથી સુરજ તેમની મિલકત માં…જાણો વિગતે.

Spread the love

હાલમાં ગુજરાત માં સુરજ ભુવા નામના વ્યક્તિ ખુબ જ ચર્ચા માં જોવા મળે છે. સુરજ ભુવા વ્યક્તિ ના અનેક ખુલાસાઓ સામે આવતા જ રહે છે. આ બાબતે હવે સુરજ ભુવા ના માતા-પિતા એ ન્યુઝ પેપર માં એવી જાહેર નોટિસ આપી દીધી કે, લોકો એ સાંભળ્યું તો લોકો ને પણ આંચકો લાગી ગયો છે. સુરજ ભુવા નું નામ ત્યારે સામે આવ્યું જયારે એક યુવતી એ ફરિયાદ કરી કે, સુરજ ભુવા એ તેની સાથે 10 મહિના સુધી દુષ્કર્મ આચર્યું છે. આ આબાબતે તે રાજકોટ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવા ગઈ હતી.

અને હવે સુરજ ભુવા ના જ માંતા-પિતા એ જાહેર નોટિસ ન્યુઝ પેપર માં આપી અને તેમાં લખ્યું છે કે,લાખાભાઇ સામતભાઇ સોલંકી, હંસાબહેન સોલંકી જે જૂનાગઢ રહે છે. જે જાહેર નોટિસ આપી ને જણાવી રહ્યા છે કે, તેમનો પુત્ર સુરજ લાખાભાઇ સોલંકી જે તેમના કહ્યા માં નથી. અને સમાજ માં તેમની બદનામી થાય તેવું વર્તન કરે છે. અને તે મનસ્વી રીતે જીવન જીવે છે. માતા-પિતા એ નોટિસ આપી ને કીધું કે,

તે લોકો પુત્ર સુરજ ને તેમની જંગમ અને સ્થાવર મિલકત માંથી બેદખલ કરે છે. ભવિષ્ય માં કોઈ પ્રકારની મિલકત માં તેના પુત્ર સુરજ નો કોઈ હક રહેશે નહીં. સુરજ સાથે કોઈ સંસ્થા, કોઈ બેન્ક, કોઈ ઓથોરિટી કે વ્યવહાર જો કરે તો તેમાં તેના માતા-પિતા ની કોઈ જવાબદારી રહેશે નહીં. અને તે લોકો બંધનકર્તા રહેશે નહીં. જેની નોંધ લેવી. આવી જાહેર નોટિસ સુરજ ના માતા-પિતા એ ન્યુઝ પેપર માં આપીને સુરજ સાથે ના તમામ સંબંધો તોડી નાખ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી માં એક જૂનાગઢ ની યુવતી ઝેરી દવા પીય ને રાજકોટ મહિલા પોલીસ સ્ટેશને પહોંચી હતી. અને સુરજ ભુવા સામે દુષ્કર્મ બાબતે ફદરીયાદ નોંધાવી હતી. આ બાબતે યુવતી ની સુસાઇડ નોટ પણ સોશિયલ મીડિયા માં વાયરલ થઇ હતી. યુવતી એ કહ્યું કે, સુરજે તેને લગ્ન ની લાલચ આપી ને સતત 10 માહિના સુધી દુષ્કર્મ કર્યો હતો. આ બાબતે સુરજ ભુવા એ પોતાનો બચાવ કરતા કહ્યું હતું કે, તે યુવતી તેને આવી રીતે બ્લેકમેલ કરીને રૂપિયા પડાવવા માંગતી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *