પ્રેમી અને પત્ની એ ભેગા થઇ પતિ ને રસ્તા માંથી હટાવવા 30-હજાર રૂપિયા ની સોપારી આપી, પતિ જયારે ઘરે થી…જાણો વિગતે.
ગુજરાત માં અવારનવાર હત્યા થવાની ઘટનાઓ સામે આવ્યા જ કરે છે. હાલ માં જે હત્યા કરવાની ઘટના સામે આવી છે તેમાં પત્ની એ જ તેના પતિ ની હત્યા કરી નાખવાની સોપારી આપી હતી. અને પતિ ને મોત ને ઘાટ ઉતારી દીધો હતો. સમગ્ર મામલે પત્ની એ તેના પ્રેમી સાથે મળી ને હત્યા કરવાનું કાવતરું રચ્યું હતું. અને તેમાં પત્ની ના જ ગામના લોકો ને પતિ ની હત્યા કરવા માટે રૂપિયા 30-હજાર ની સોપારી આપવામાં આવી હતી.
ઘટના એમ બની કે, દાહોદ તાલુકા ના કઠલા ગામમાં રહેતી યુવતી આરતી ના લગ્ન જાન્યુઆરી માં મધ્યપ્રદેશ ના મેઘનગર માં રહેતા લકી પંચાલ સાથે થયા હતા. આરતિ તેના જ ગામ માં રહેતા 22-વર્ષ ના રોહિત ભારત ના પ્રેમ માં હતી. પરંતુ, આરતી ના લગ્ન થઇ જતા બનેં ની વાત પણ બંધ થઇ ગઈ હતી. પરંતુ, થોડા સમય પછી બન્ને પાછા વાતચીત માં આવી ગયા હતા. અને એકબીજા ના પ્રેમ માં પડી ગયા. પરંતુ આરતી નો પતિ આમાં અડચણ રૂપ હતો. આથી આરતી એ તેના પ્રેમી સાથે મળી ને પતિ ને મારી નાખવાનો પ્લાન તૈયાર કર્યો.
અને પોતાના ગામ કાંઠલા માં રહેતા બચુ ઉર્ફે કટ્ટુ ભુરીયા, ઇટાવા ગામના પપુ કાળું સાંગડીયા અને વડબારા ગામના રણજીત છીતુ નિનામાને આરતી અને રોહિતે 30-હજાર રૂપિયા ની સોપારી આપી ને આરતી ના પતિ લકી પંચાલ ને રસ્તા માંથી હટાવવા આપી હતી. અને જયારે આરતી પોતાના ગામમાં આવી ત્યારે જ કાવતરું ઘડી નાખ્યું હતું. પતિ લકિ પંચાલ આરતી ને લેવા માટે 4-જૂન ના રોજ કઠલા ગામે બાઈક લઈને આવતો હતો. આ દરમિયાન આરતી એ પતિ નુ લોકેશન મેળવી ને, પેલા લોકો ને આપ્યું. જે બાદ એક કાર માં તે લોકો એ લકી નું અપહરણ કરી ને તેના મોઢે ટુપ્પો દઈ ને મારી નાખ્યો.
અને લકી ની લાશ ને પીપળોદાબડા ના જંગલ માં 150 મીટર દૂર ફેંકી દીધી. લકી ના પરિવાર ને જાણ થઇ કે, 4-જૂને લકી કઠલા ગામે પહોંચ્યો નથી. ત્યારબાદ શોધખોળ શરૂ કરી. પરિવાર દિલ્હી-મુંબઈ ના રેલવે ટ્રેક પર પણ શોધખોળ કરી હતી. પરંતુ, લકી નિ લાશ 5 તારીખ ના રોજ જંગલ માથી મળી હતી.અને આ બાબતે પોલીસ ને જાણ કરાય હતી. પોલીસે પેલા ઘર ના નોકર ની પૂછપરછ કરી પણ કઈ ખાસ જાણવા ના મળ્યું. બાદ માં આરતી અને રોહિત ના પ્રેમસંબંધ ની જાણ થતા બન્ને ના નિવેદનો લેતા બન્ને ના નિવેદનો જુદા પડ્યા. અને અંતે બન્ને એ હારી જય ને ગુનો કબુલ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!