વિરાટ કોહલી ની તુફાની ઇનિંગ્સ બાદ પત્ની અનુષ્કા એ વિરાટ નો ફોટો મૂકી શેર કરી પોતાની ખુશી જુઓ ખાસ તસ્વીર.
ભારતમાં દિવાળીનો પર્વ ખૂબ જ ધૂમધામ પૂર્વક લોકો ઉજવી રહ્યા છે. દિવાળીના પર્વ પહેલા જ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓએ ભારત દેશવાસીઓને શાનદાર ભેટ આપી હતી. જેમાં ભારત દેશે પાકિસ્તાનને છેલ્લા બોલ ઉપર હાર આપી હતી અને બાદમાં ભારતમાં દિવાળી જેવો માહોલ સર્જાઇ ચુક્યો હતો. એવામાં મેચ માં જીતના હીરો રહેલા વિરાટ કોહલીને દરેક લોકો ખૂબ જ શુભેચ્છાઓ આપી રહ્યા છે અને વિરાટ કોહલીની ખૂબ જ વાહ વાહ થઈ રહી છે.
અને આ ખુશીનો પાર તેની પત્ની અનુષ્કા શર્માને પણ રહ્યો નથી. અનુષ્કા શર્માએ પોતાના instagram એકાઉન્ટ ઉપર ફોટો શેર કરીને આ બાબતે ખુશી વ્યક્ત કરી હતી. ટીમ ઈન્ડિયાની જીત બાદ અનુષ્કાએ પતિ વિરાટ માટે એક નોટ લખી છે, જેમાં એક્ટ્રેસે જણાવ્યું છે કે પાકિસ્તાન સામેની જીત બાદ તેના ઘરનું વાતાવરણ કેવું હતું. અનુષ્કા શર્માએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર એક નોટ પોસ્ટ કરી છે.
પોસ્ટ શેર કરતા લખ્યું- ‘તમે બહુ સુંદર છો. દિવાળીની સાંજ તમારા જીવનમાં ઘણી ખુશીઓ લઈને આવી છે. તમે એક અદ્ભુત વ્યક્તિ છો, મારો પ્રેમ. તમારી શ્રદ્ધા અદ્ભુત છે. મેં હમણાં જ મારા જીવનની શ્રેષ્ઠ મેચ જોઈ છે. તેની માતા શા માટે નૃત્ય કરી રહી હતી તે સમજવા માટે અમારી પુત્રી ખૂબ નાની છે. હું મારા રૂમમાં જોરથી ચીસો પાડી રહી હતી. પરંતુ એક દિવસ તે સમજી જશે કે તેના પિતાએ તેની શ્રેષ્ઠ ઇનિંગ્સ રમી છે.
આ વિશે વાત કરતાં વિરાટે કહ્યું- ‘મેં અનુષ્કા સાથે વાત કરી, તે ખૂબ જ ખુશ હતી. તેણે મને માત્ર એક જ વાત કહી કે બધા ખૂબ ખુશ છે. બધા મારી સામે પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા હતા. તે સમયે મને ખબર ન હતી કે શું કરવું. મને ખબર નથી કે મેદાનની બહાર શું થઈ રહ્યું છે. મેદાન પર સારું પ્રદર્શન કરવું મારું કામ છે. આમ ભારત દેશ ને વિરાટ કોહલી એ શાનદાર જીત અપાવી હતી.
View this post on Instagram
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!