અજાણ્યા યુવકે લગ્ન ના સ્ટેજ પર આવી કન્યા સાથે એવી હરકત કરી કે, વરરાજા ની આંખો જ ફાટી ગઈ…જુઓ વિડીયો.
બિહાર ના નાલંદા માંથી એક ચોંકાવી દેનારો વિડીયો સામે આવ્યો છે. જ્યાં એક લગ્ન સમયે લગ્ન ના સ્ટેજ પર એવી ઘટના બની કે, જોઈ ને લોકો ચોકી ઉઠ્યા. લગ્ન નો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. લગ્ન કરી રહેલા કન્યા અને વરરાજા સ્ટેજ પર લગ્ન ની વિધિ કરી રહ્યા છે. આ વિધિ માં વરમાળા પહેરાવતી વખતે એક યુવક અચાનક આવી ગયો. ત્યારબાદ…
સ્ટેજ પર અચાનક મહેમાનો ની વચ્ચે થી પીળા કલર નું ટી-શર્ટ્સ પહેરીને એક યુવક આવી જાય છે. લોકો આ યુવક ને ઓળખતા હોતા નથી. યુવક સ્ટેજ પર આવીને કન્યા ની માંગ માં સિંદૂર ભરી દે છે. આ જોઈ ને ત્યાં ઉભેલા મહેમાનો અને વરરાજા ની તો આંખો જ ફાટી જાય છે. વરરાજા વિચાર માં પડી ગયા કે, આ શું થયું. એવામાં કન્યા ના ઘરવાળા લોકો એ યુવક ની ખુબ પિટાય કરી. જુઓ વિડીયો.
View this post on Instagram
આ યુવક ની કન્યા ના પરિવારો એ ખુબ પીટાઈ કરી. ત્યારબાદ તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જાણવા મળ્યું કે, કન્યા લલિતા કુમારી નો પ્રેમ સંબંધ આ યુવક સાથે હતો. લલિતા કુમારી ના ઘર વાળા ને આ પ્રેમ સંબંધ નો ખ્યાલ આવી જતા તે લોકો એ તેના લગ્ન મુકેશ કુમાર સાથે નક્કી કરી દીધા હતા. પ્રેમી યુવકે પહેલા થી જ નક્કી કરી લીધું હતું કે, તે તેની પ્રેમિકા ના લગ્ન માં જય ને તેની માંગ ભરી નાખશે. અને તેવું જ કર્યું.
આ ઘટના બાદ પોલીસ ત્યાં આવી પહોંચી હતી. ત્યારબાદ બંને પક્ષો ને સમજાવવામાં આવ્યા હતા. પરંતુ, લગ્ન કરવા આવી પહોંચેલા વરરાજા ના પરિવાર ના લોકો લગ્ન કર્યા વગર જ ચાલ્યા ગયા હતા.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.