India

લોક-અપ શો ની સ્પર્ધક ‘પાયલ’ ના પ્રિ-વેડિંગ ફોટોશૂટ થયા વાયરલ ! આ તારીખે કરશે લગ્ન…

Spread the love

ટીવી સિરિયલ ની જાનીમાંની અભિનેત્રી પાયલ હવે લગ્ન ના બંધન માં બંધાવા જય રહી છે. બૉલીવુડ ની અભિનેત્રી કંગના રનૌત ના શો ” લોક અપ ” માં સ્પર્ધક તરીકે રહેનાર પાયલ હવે તેના બોયફ્રેન્ડ સંગ્રામ સિંહ સાથે લગ્ન ના બંધન માં બંધાવા જય રહી છે. અભિનેત્રી પાયલ અને તેના પતિ ના પ્રિ-વેડિંગ ફોટોશૂટ પણ ખાસ વાયરલ થઇ રહ્યા છે.

પાયલે તેના લગ્ન ની જાહેરાત જયારે તે લોક અપ શો માં હતી ત્યારે જ કરી હતી. વધુ માં જાણવા મળ્યું કે, પાયલ ની સગાઈ સંગ્રામ સાથે 8-વર્ષ પહેલા 2014 ના વર્ષ માં અમદાવાદ ખાતે થઇ હતી. પાયલ અને સંગ્રામ ની મુલાકાત સૌ પ્રથમ સર્વાઇવર ઇન્ડિયા માં સ્પર્ધક તરીકે હતા ત્યારે થઇ હતી. જયારે સંગ્રામે પાયલ ને લગ્ન માટે નું પ્રપોઝ શો લોક અપ ચાલી રહ્યો હતો ત્યારે કર્યું હતું.

લગ્ન પહેલા પાયલ અને સંગ્રામ બને આગ્રા માં આવેલા રાજેશ્વર મહાદેવ ના મંદીર આર્શિર્વાદ લેવા પહોંચ્યા હતા. પાયલ અને સંગ્રામ ના લગ્ન 9-જુલાઈ ના રોજ આગરા માં જ થવાના છે. જાણવા મળ્યું કે, આ લગ્ન માં બને ના પરિવાર ના સભ્યો અને લિમિટેડ જ મિત્રો હાજર હશે. એવામાં પાયલ ની મહેંદી સેરેમની બુધવારે રાત્રે આગરા માં હતી.

સમાચારો મુજબ પાયલ અને સંગ્રામ ના લગ્ન બાદ બે સ્થળો પર રિસેપશન થવાના છે. જેમાં 14-જુલાઈ ના રોજ નવી દિલ્હી માં યોજાશે. અને ત્યારબાદ મુંબઈ માં યોજવાનું છે. જેની તારીખ હજુ સુધી નક્કી નથી. પાયલ તેના પતિ સંગ્રામ કરતા 8 મહિના મોટી છે. પાયલ ની મુવી ની વાત કરી એ તો તેણે, પ્લાન, રક્ત, દિલ કબ્બડી વગેરે જેવી મુવી માં કામ આપેલું છે. આ ઉપરાંન્ત તે, બિગ બોસ -2 માં અને નચ બલિયે 7 માં પણ જોવા મળી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *