ઉત્તરાખંડ- ધસમસતા પાણી ના પ્રવાહ માંથી રોડ ક્રોસ કરતા એક કાર નદી માં ખાબકતા 9-લોકો ના મૃત્યુ…જુઓ વિડીયો.
હાલ આખા ભારત માં વરસાદ ની સીઝન ચાલુ થઇ ગઈ છે. એવામાં આખા ભારત માં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદ પડવાની સાથે સાથે ફરવા લાયક સ્થળો પર સહેલાણીઓ ની ભારે ભીડ ઉમટી પડે છે. ખાસ કરી ઉત્તર ભારત ના પર્વતીય વિસ્તારો માં પ્રવાસીઓ ની ભારે ભીડ જોવા મળે છે. વરસતા વરસાદ માં એક દુઃખદ ઘટના ઉત્તરાખંડ ની સામે આવી છે.
ઉત્તરાખંડ માં એક નદીમાં કાર ખાબકતા 9-પ્રવાસીઓ ના મૃત્યુ થયા છે. વધુ વિગતે જાણવા મળ્યું કે, પંજાબ રાજ્ય ના 11-પ્રાવાસીઓ ઉત્તરાખંડ માં ફરવા અર્ટિગા કાર લઈને આવ્યા હતા. ત્યાં તેઓ રામનગરી હોટેલ માં રોકાયા હતા. ગુરુવાર રાત થી રામનગર માં ધોધમાર વરસાદ પડી રહ્યો હતો. એવામાં પ્રવાસીઓ અર્ટિગા કાર માં સવારે 5-વાગે હોટેલ માંથી ફરવા નીકળ્યા હતા.
ત્યાં વચ્ચે એક પુલ પર થી ધસમસતું પાણી પુલ ઉપર થી વહી રહ્યું હતું. એવામાં કાર ના ડ્રાયવરે ફૂલ ઝડપે પાણી ની વચ્ચે થી રોડ ક્રોસ કરવાની કોશિશ કરી. પરંતુ ધસમસતા પાણી માંથી ગાડી ક્રોસ ના થઇ શકી અને એક પુલ ના પાણી સાથે નીચે પડી ગઈ. કાર માં સવાર 10 લોકો મૃત્યુ પામ્યા અને તેમાંથી એક બાળકી ને બચાવી લેવાય હતી. જુઓ વિડીયો.
#WATCH Uttarakhand | 9 died, 1 girl rescued alive and about 5 trapped after a car washed away in Dhela river of Ramanagar amid heavy flow of water induced by rains early this morning, confirms Anand Bharan, DIG, Kumaon Range pic.twitter.com/Dxd27Di5mv
— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 8, 2022
એક વ્યક્તિ એ કહ્યું કે, આ ઘટના બની ત્યારે તેણે કાર ચાલક ને હાથ હલાવીને જવા ના પાડી હતી. છતાં તેણે આ પુલ ક્રોસ કરતા આ ઘટના બની. સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક પોલીસ ને જાણ કરવામાં આવતા રાહત અને બચાવ કામગીરી ના લોકો આવી પહોંચ્યા હતા. કાર ના દરવાજા તોડી ને લાશો ને બહાર કાઢવામાં આવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!