India

દુનિયા માટે દુઃખદ ઘટના ! જાપાન ના પૂર્વ વડાપ્રધાન શિંજો આબે નું થયું નિધન. નરેન્દ્ર મોદી એ દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે…

Spread the love

હાલમાં આખા વિશ્વ માટે હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. જાપાન ના પૂર્વ વડાપ્રધાન શિંજો આબે નું જાહેર માં ગોળી મારી ને હત્યા કરી દેવામાં આવી છે. શિંજો આબે જાપાન ના વડાપ્રધાન રહી ચૂકેલા છે. શિંજો આબે તેના વડાપ્રધાન ના કાર્યકાળ દરમિયાન સૌથી વધુ ભારત આવ્યા હતા. ભારત અને જાપાન દેશ વચ્ચે અનોખો સંબંધ છે.

ભારત ના વડાપ્રધાન અને જાપાન ના પૂર્વ વડાપ્રધાન શિંજો આબે વચ્ચે એક ખાસ મિત્રતા નો સંબંધ હતો. વધુ વિગતે જાણવા મળ્યું કે, શિંજો આબે જયારે નારા શહેર માં જયારે લોકો ને સંબોધી રહ્યા હતા ત્યારે એક હુમલાખોરે તેને ગોળી મારી દીધી હતી. આ હુમલા બાદ તેને તાત્કાલિક સારવાર માં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ, ઘટનાસ્થળ પર જ તેનું લોહી વધુ વહી જતા તે સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા.

શિંજો આબે ના નિધન બાદ ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ શોક વ્યક્ત કરતા ટ્વીટર માં ટ્વીટ કરતા કહ્યું કે, ” મારા સૌથી પ્રિય મિત્ર શિંજો આબે ના દુઃખદ અવસાન થી હું આઘાત અને દુઃખી છું. તેઓ એક મહાન વૈશ્વિક રાજનેતા, ઉત્કૃષ્ટ નેતા, અને નોંધપાત્ર વહીવટ કર્તા હતા. તેમણે પોતાનું જીવન જાપાન અને વિશ્વ ને વધુ સારી જગ્યા બનાવવા માટે સમર્પિત કર્યું. પીએમે કહ્યું કે, જયારે હું છેલ્લી વખત મળ્યો ત્યારે મને ખબર ન હતી કે, તેમની સાથે આ મારી છેલ્લી મુલાકાત હશે. ભારત અને જાપાન વચ્ચે ના દ્વિ-પક્ષીય સંબંધો ને વધારે મજબૂત કરવાની દિશામાં કામ કરનાર એક નજીક ના મિત્ર ને ભારતે ગુમાવ્યા….” આ સાથે જ નરેન્દ્ર મોદી એ એક દિવસ રાષ્ટ્રીય શોક ની જાહેરાત કરી હતી.

જાણવા મળ્યું કે, હુમલાખોર રેલી માં પત્રકાર બનીને ઘુસ્યો હતો. આ ઘટના બાદ ઘટના સ્થળે થી હુમલો કરનાર વ્યક્તિ ને પણ ઝડપી પાડવામાં આવ્યો છે. આમ ભારત ના સારા એવા મિત્ર ને ભારતે ગુમાવી દીધા છે. શિંજો આબે ને ગોળી વાગતા જ ત્યાં તેઓ બેભાન થઇ ને ઢળી પડ્યા હતા. વિશ્વ એ પણ એક સારા રાજનેતા ગુમાવ્યા છે. વિશ્વ ને પણ શિંજો આબે ની ખોટ વર્તાશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *