Entertainment

બિન બુલાયેં બારાતી! રસ્તા પર થી પસાર થતા વરઘોડા માં અજાણ્યા યુવાનો એવા ઠેકડા મારી ને નાચ્યાં કે જુઓ વિડીયો.

Spread the love

લગ્ન હોય એટલે વરઘોડા માં ડીજે ના તાલે લોકો ને ઝુમવું ખુબ જ ગમે છે. લગ્ન માં થતી બધી વિધિ સમયે લોકો નાના મોટા ડાન્સ કરતા હોય છે. લગ્ન માં એક દાંડિયારાસ નો કાર્યક્રમ હોય તેમાં પણ લોકો મન મૂકી ને નાચતા હોય અને વરરાજા ની જાન માં આનંદ ઉલ્લાસ સાથે નાચતા હોય છે. એવામાં હાલ સોશિયલ મીડિયા માં જે વિડીયો વાયરલ થી રહ્યો છે. તેને જોઈ તમે હસી પડશે.

આ વિડીયો માં જોઈ શકાય છે કે, એક વરરાજા મસ્ત શેરવાની પહેરી ને બગી ઉપર બેસી ને પરણવા જય રહ્યો છે. એના વરઘોડા માં બેન્ડવાજા વાળા જોરદાર બેન્ડ વગાડી રહ્યા હોય છે. વરઘોડા માં હાજર એક પણ વ્યક્તિ ડિસ્કો કરતા કે ડાન્સ કરતા નજરે પડતા નથી. વરઘોડા માં આવેલ તમામ જાનૈયાઓ ઊંધું મોઢું કરીને ચાલ્યા જ જાય છે.

એવામાં ચારપાંચ યુવાનો ત્યાં વરરાજા પાસે આવે છે. આ યુવાનો રસ્તા પર થી પસાર થતા અજાણ્યા યુવાનો હતા. તે વરરાજા ને કહે છે છે કે, શું અમે આ વરઘોડા માં નાચી શકીએ? વરરાજા ખુલા મને પરમિશન આપે છે. ત્યારબાદ તો અજણયા યુવાનો એવા નાચ્યાં કે જાનૈયાઓ પણ જોતા રહી ગયા. આ લોકો એ તો વરઘોડા માં ચાર ચાંદ લગાવી દીધા. જુઓ વિડીયો.

 

View this post on Instagram

 

A post shared by @iam._.ayushroy

આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર iam._.ayushroy નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં 1 લાખ 88 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. આવા અનેક લોકો હોય છે કે, એને બસ મોજ જ કરવા જોવે. લગ્ન માં કોઈ ઓળખે કે ના ઓળખે પોતે ડાન્સ કરીને આનંદિત થઇ જતા હોય છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *