જીગરજાન મિત્ર ના મૃત્યુ નું દુઃખ બીજો મિત્ર સહન ના કરી શકયો. તે પણ મૃત્યુ પામ્યો સ્યુસાઇડ નોટ માં લખ્યું કે વાંચો વિગતે.
ગુજરાતમાંથી રોજ બરોજ અનેક મૃત્યુ પામવાના અને આપઘાતના કિસ્સાઓ સામે આવતા જ રહે છે. ગુજરાતના જામનગર જિલ્લામાંથી એક એવી ઘટના સામે આવી છે કે, સાંભળીને તમે પણ રડી પડશો. વધુ જાણકારી એ જોઈએ તો જામનગરમાં રહેતો બે મિત્રમાંથી એક મિત્રનું મૃત્યુ થઈ ગયું. તો તેની પાછળ તેનો બીજો મિત્ર પણ મૃત્યુ પામ્યો હતો.
જામનગર જિલ્લાના ચાંપબેરાજ ગામમાં રહેતો મોહિત ભટ્ટ અને સિક્કા માં રહેતો ધવલ રાવલ બંને ખાસ એવા જીગરજાન મિત્રો હતા. જાણવા મળ્યું કે ધવલ રાવળ ને રોજગારી મળતી ન હતી. આથી કંટાળીને તેણે આપાત કરી લીધો હતો. ધવલના મૃત્યુ બાદ તેનો મિત્ર મોહિત ભટ્ટ આખો દિવસ દુઃખ માં પસાર કરતો હતો. કોઈ સાથે બોલતો પણ ન હતો. ગુમસમ રહેતો હતો. પોતાના જીગરજાન મિત્રના મૃત્યુના એક મહિના બાદ મોહિત ભટ્ટે પણ ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.
પોતાનો મિત્ર ધવલ જીવનમાંથી ચાલ્યા જવાથી મોહિત પણ એકલો પડી ગયો હતો. મોહિતે ગળાફાંસો ખાતા પહેલા સ્યુસાઇડ નોટ પણ લખી હતી. જેમાં તેને જણાવ્યું હતું કે, ‘ધવલના મોતની અંતિમ વિધિ થાય તે માટે આટલા દિવસ સુધી જીવતો રહ્યો હતો. મહાદેવ મામા તમને બધાને મૂકીને જાવ છું. હવે મારાથી રહેવાતું નથી. મારા જીગરી, કંઈ ભૂલ થઈ હોય તો માફ કરજો. મારા મમ્મી નું ધ્યાન રાખજો. ત્યારબાદ તેણે લખ્યું હતું કે, પપ્પાએ મને શીખવ્યું છે કે કોઈનો સાથ છોડવો નહીં અને ધવલ તો મારો જીવ હતો. જીગરજાન હતો એના વગર તો બધું નકામુ. આવજો’ બસ માહિતી આટલું સુસાઇડ નોટમાં લખીને ઘરે આપતા કરી લીધો હતો.
મૃતક મોહિતના મૃત્યુ બાદ તેના ભાઈ યજ્ઞેશ ભટ્ટે આ બાબતે પોલીસને જાણ કરી હતી. બાદમાં પોલીસ ઘટના સ્થળે આવીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આમ એક મિત્રના મૃત્યુ નું દુઃખ બીજા મિત્રને સહન ન થતા બંને મિત્રો એક સાથે મૃત્યુ પામતા આખા ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. અને પરિવારમાં પણ ગંભીર વાતાવરણ જોવા મળ્યું હતું. આમ આવા અનેક કિસ્સા રોજબરોજ આપણી સમક્ષ આવતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!