પાટણ ના અનાવાડા માં આવેલ શનિદેવ નો મહિમા છે અપરંપાર.માત્ર દર્શન કરવાથી જ થાય છે મનોકામના પૂરી.
ગુજરાત માં અનેક એવા ધાર્મિક સ્થળો આવેલાં છે જ્યાં માત્ર જવાથી જ બધા લોકો ની મનોકનાઓ પૂર્ણ થતી હોય છે. એવા કેટલાય સ્થાનો છે જયા લોકો દૂર દૂર થી દર્શને કરવા આવે છે. ગુજરાત માં અનેક સ્થળો એ શનિદેવ નાં મંદિરો આવેલ છે. જેમાં એક સ્થળ છે પાટણ નાં અનાવાડા ગામમાં બિરાજમાન શનિદેવ નું સ્થાન. પાટણ નાં અનાવાડા માં આવલે આ સ્થળ નો મહિમા અપરંપાર છે.
પાટણ નાં અનાવાડા માં આવેલું શનિદેવ મંદિરે જ્યાં શનિદેવ સાક્ષાત બિરાજમાન છે. ભક્તો માત્ર અહીંયા જે પણ મનોકામના રાખે છે તે બધી મનોકામના શનિદેવ પૂર્ણ કરે છે. અહીંયા ભક્તો દૂર દૂર થી દર્શન કરવા માટે આવે છે. અનાવાડા માં આવેલ આ મંદિર ને ૨૦૦૯ માં ભક્તો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. ત્યારથી કેટલાય ભક્તો દર્શન કરવા અહિયાં આવે છે.
મંદિર બન્યા બાદ ગામના લોકો રોજ અહીંયા દર્શન કરવા આવતા અને પોતાની મનોકામના શનિદેવ પાસે પ્રકટ કરતા. જે ભક્તો જે કાઇ ઈચ્છા રાખે તે ઈચ્છા શનિદેવ પૂરી કરતા. ત્યાર પછી ભક્તો ની અહીંયા ભીડ જામવા લાગી અને દૂર દૂર થી ભક્તો આવે છે. એક બહેન ના દીકરા ને નોકરી નોતી મળતી તો તે બહેને શનિદેવ પાસે માનતા રાખી કે તેના દીકરા ને જો નોકરી મળી જાય તો તે શનિદેવ નાં પાંચ શનિવાર ભરશો અને થોડાક જ સમય માં તેમના દીકરા ને નોકરી મળી ગઈ હતી.
અહીંયા શનિદેવ સાક્ષાત્ બિરાજમાન છે. શનિદેવ સાચા મનથી જે માંગો તે આપે છે. શનિદેવ નો મહિમા અપરંપાર છે. ભક્તો અહીંયા દર્શન કરી ને ધન્યતા અનુભવે છે. ખરેખર અનાવાડા ગામ માં બિરાજમાન શનિદેવ નાં દર્શન કરવા એક લ્હાવો છે. ગુજરાત માં ઘણી બધી જગ્યા એ એવા અનેક ભગવાન નાં સ્થળો આવેલાં છે. સરકાર દ્વારા અનેક સ્થળો ને પર્યટન સ્થળ તરીકે પણ વિકાસ કરેલો છે. અને ભક્તો ત્યાં જઇ ને ભગવાન નાં દર્શન સાથે ફરવાનો લ્હાવો પણ લેતા હોય છે.