ગુજરાત ની સરહદે ST બસ ની બ્રેક ફેલ થઇ જતા, બસ રોડ અને ખીણ ની વચ્ચે લટકાય. બસ માં સવાર 30-મુસાફરો…
રોજબરોજ અકસ્માત થવાની ભયંકર ઘટનાઓ સામે આવતી રહે છે. એવામાં ગુજરાત અને મહારાષ્ટ્ર ની સરહદે થી અકસ્માત ની ભયંકર ઘટના સામે આવી છે. ગુજરાત ની એસ.ટી બસ ની બ્રેક ફેલ થઇ જતા. ST બસ પથ્થરો ની ઉપર એક ખીણ ના કિનારે ફસાય ગઈ હતી. વધુ વિગતે જાણવા મળ્યું કે, ગુજરાત ની સરહદે આવેલા મહારાષ્ટ્ર ના નવાપુર ખાતે ગુજરાત ST ભયંકર ફસાય ગઈ હતી.
નવાપુર પાસે ના ચરણમલ ઘાટ પાસે સાપોલિયા વળાંક માં સમયે બસ ની એક્સેલ તૂટી ગઈ. અને ત્યારબાદ ST બસ ની બ્રેક ફેલ થઇ ગઈ હતી. બસ એક મોટા પથ્થરો ના ડુંગરા પર ચડી ગઈ. જેમાં અડધી બસ ખીણ વાળા ભાગ માં હવામાં લટકતી હતી. અને એક બાજુનો ભાગ પથ્થરો પર હતો. બસ ના ડ્રાયવરે જણાવ્યું કે, બસ ની બ્રેક ફેલ થઇ જતા. મુસાફરો ને કહ્યું, મુસાફરો બુમાબુમ કરવા લાગ્યા હતા.
બસ માં લગભગ 30-મુસાફરો સવાર હતા. જેમાંથી 20-મુસાફરો ને ઈજાઓ થતા નવાપુર ની સરકારી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા. જેવી બ્રેક ફેલ થઇ એટલે બસ એક પથ્થરો ઉપર ચડી ગઈ. પથ્થરો નો ઢગલો હતો. એટલે બસ આગળ ખીણ માં જય ના શકી. અને અટકાય ગઈ હતી. આ બસ મહારાષ્ટ્ર ના માલેગાંવ થી સુરત આવી રહી હતી. જે આજે સોમવારે સવારે અકસ્માત નો ભોગ બની.
નજીક માં આવેલા બોરઝર ગામ ના લોકો તરત ત્યાં દોડી આવ્યા હતા. અને બસ ની એક્ઝિટ બારી માંથી મુસાફરો ને બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસ પણ તરત ઘટના સ્થળ પર દોડી આવી હતી. બસ માં મુસાફરો એ કહ્યું કે, તે લોકો ભગવાન ની દયા થી બચી ગયા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!