Gujarat

ઓગસ્ટ મહિનો છે ભયંકર ! અરબી સમુદ્ર માં ફરી જોવા મળી હલચલ. ગુજરાત ના તમામ બંદરો માં 1-નંબર નું સિગ્નલ. આ તારીખે..

Spread the love

ગુજરાત થોડા સમય પહેલા વરસાદી પાણીથી તરબતોળ થઈ રહ્યું હતું. હાલ ગુજરાતમાં વરસાદી માહોલ થોડો ધીમો પડી ગયો છે. ગુજરાતના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં બફારાનું પ્રમાણ વધ્યું છે. લોકો ફરી વાદળોને જોઈને વરસાદની રાહ જોઈ રહ્યા છે. એવામાં હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલે દ્વારા ગુજરાત માં ઓગસ્ટ મહિનામાં ફરી ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ ની આગાહી ની માહિતી મેળવીએ તો આગામી 12 ઓગસ્ટ બાદ ગુજરાત રાજ્યમાં ધોધમાર વરસાદ થઈ શકે તેવી સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. આગામી 24 થી 48 કલાક સુધીમાં ગુજરાતમાં વરસાદનું આગમન થઇ શકે તેવી આગાહી અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવે છે. 14 ઓગસ્ટ બાદ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં છૂટા છવાયો વરસાદ પડે શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવેલ છે.

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ત્રણ દિવસમાં ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થયો હોવાને લીધે આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદ પડી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. 15 અને 16 ઓગસ્ટના દિવસે સૌરાષ્ટ્ર અથવા તો દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડે છે કે તેવી સંભાવના કરેલી છે. આગામી ત્રણ દિવસો માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવેલી છે આ સાથે રાજ્યના મોટાભાગના બંદર ઉપર એક નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.

આમ અંબાલાલ પટેલ ની આગાહી ને લઈને ગુજરાતવાસીઓમાં ખુશીના સમાચાર જોવા મળી રહ્યા છે. ફરી ગુજરાતવાસીઓને ગરમીમાંથી મુક્તિ મળી શકે છે. એટલે કે આગામી ઓગસ્ટ મહિનો ગુજરાતવાસીઓ માટે સારો જાય તેવી સંભાવના છે. ઓગસ્ટ મહિનામાં ધોધમાર વરસાદ પડી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવેલી છે. જો ગુજરાતના ડેમની વાત કરવામાં આવે તો હાલ સરદાર સરોવર ડેમના પાંચ દરવાજા ખોલી નાખવામાં આવેલા છે. ડેમની મહત્તમ જળ સપાટી 5.17 મીટર સુધી પહોંચી ગયેલ છે.

નર્મદા નદીના પર આવેલા સરદાર સરોવર ડેમના પાંચ દરવાજા ખુલ્યા બાદ વડોદરા ના ત્રણ તાલુકા અને ભરૂચના કેટલાક કાંઠાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં પડેલા વરસાદને કારણે લોકોનો ઉભો પાક નાશ પામ્યો હતો. જેથી ખેડૂતોમાં ચિંતા નો માહોલ વ્યાપી ગયો હતો. અનેક લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવી રહ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *