બે દીકરીઓ એ નાનપણ માં જ માતા ની મમતા ગુમાવી. લિપસ્ટિક વડે ઘર ની દીવાલ પર સ્યુસાઇડ નોટ લખી કહ્યું કે તેના પતિ વારંવાર..
રોજબરોજ આપણા સમાજમાં અનેક આત્મહત્યાના, મૃત્યુના કિસ્સાઓ સામે આવતા હોય છે. લોકો પોતાના જીવનથી કંટાળીને ક્યારેક પોતાનું જીવન ટૂંકાવતા હોય છે. એવો જ એક કિસ્સો ઝારખંડના રાંચી થી સામે આવ્યો છે. જેમાં એક પરિણીત મહિલાએ ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવવી લીધું હતું. અને પોતાની લિપસ્ટિક વડે પોતાના ઘરની દિવાલ પર સુસાઇડ નોટ લખેલી હતી. સુસાઇડ નોટમાં મરવા માટે નું કારણ પણ લખેલું હતું.
વધુ વિગતે જાણીએ તો ચંદા દેવી નામની યુવતી ના લગ્ન 2019 માં દિલીપ સાથે થયા હતા. બંનેના આ પ્રેમ લગ્ન હતા. 2019 માં ચંદનના લગ્ન દિલીપ સાથે થયા બાદ સાસરિયાવાળા અને દિલીપ દ્વારા ચંદા ને દહેજ બાબતે સતત ને સતત ત્રાસ આપવામાં આવતો હતો. દહેજની વારંવાર માંગણી કરવામાં આવતી હતી. પતિ દ્વારા તેને ગંભીર રીતે માર મારવામાં આવતો હતો. ચંદાને બે પુત્રીઓ છે જેમાં એક બે વર્ષની અને એક એક વર્ષની પુત્રી છે.
ત્યારબાદ ચંદા આવાત થી ખૂબ જ કંટાળી ગઈ હોય. તેને આખરે આવું પગલું ભર્યું હતું. જાણવા મળ્યું કે બુધવારે 26 વર્ષની ચંદાએ પોતાના ઘરની દિવાલ પર પોતાની લિપસ્ટિક વડે સુસાઇડ નોટ લખી. સુસાઇડ નોટમાં પોતાના સાસરિયાવાળાના નામ અને પતિનું નામ લખ્યું હતું. અને જણાવ્યું હતું કે તે લોકો તેને સતત ત્રાસ આપતા હતા. સતત દહેજ ની માંગણી કરતા હતા. મારપીટ કરતા હતા. આખરે તે કંટાળી ગઈ હોય અને અંતે મૃત્યુ પામે છે. તેવી સુસાઇડનો તેના રૂમની દિવાલમાંથી મળી આવી હતી.
આ બાદ ચંદાના પરિવાર જનો એ ચંદાના સાસરીયા લોકો વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરી હતી. અને કડક કાર્યવાહીની માંગ કરી હતી ચંદાની માસીએ જણાવ્યું હતું કે, ચંદા ની લાશને જ્યારે નીચે ઉતારવામાં આવી ત્યારે તેની પીઠના ભાગે બેલ્ટ વડે માર્યાના નિશાન હતા. વધુ વિગતે જાણવા મળ્યું કે ચંદાનો પતિ દિલીપ ચૌહાણ કોઈ અન્ય સ્ત્રીના પ્રેમ સંબંધમાં હોય તે તેની સાથે લગ્ન કરવા માંગતો હતો. પોલીસે આ બાબતે કેસ દાખલ કરીને આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. અને પોલીસ આ કેસને હત્યાના એંગલથી પણ જોઈ રહી છે. આમ ચંદાના મૃત્યુથી તેને બે પુત્રી હાલ નિરાધાર થઈ ચૂકી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!